વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા 181 ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીએ મતદાન કર્યું
ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી કપરાડાના કાકડકોપર મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવવા અપીલ કરી હતી.જંગી બહુમતીથી જીત મળશે આશા વ્યક્ત કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર) ચૂંટણી મેદાનમાં છે.