વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા ની બેઠકનાં થયેલ મતદાન બાદ તમામ પક્ષોની પોતાની એનાલીસિસ શરૂ થઈ ગયું

0
440

  • ચૂંટણીમાં મતદારોનું મૌન એ સૌને અકળાવી મૂક્યાં છે.
  • જીતુભાઈ ચોધરી આ ચૂંટણી જીતશે તો તે તેની પોતાની જીત હશે
  • વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર
  • ભાજપ દ્વારા તમામ ધારાસભ્ય ને રીપિટ કરતાં દાવેદારો અને કાર્યકરો ભારે નારાજ થયા હતા,

ચાર બેઠકો પર કંઇ પણ થઈ શકે..!

વલસાડ જિલ્લામાં મતદારોનું મન કળી ન શકાતા ચાર બેઠકોનાં ઉમેદવારો અવઢવમાં

વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા ની બેઠકનાં થયેલ મતદાન બાદ તમામ પક્ષોની પોતાની એનાલીસિસ શરૂ થઈ ગયું છે ત્યારે જિલ્લા માં એક માત્ર પારડી બેઠકનાં ભાજપનાં ધારાસભ્ય અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સિવાયનાં તમામ મજબુત ગણાતા ૨૬ ઉમેદવારો અવઢવમાં જણાઈ રહયાં છે મતદારોનાં મૌનને કારણે તા.૮ મી સુધી ઓક્સિજન પર રહેશે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. હાલમાં ઉમેદવારોની જીતનાં દાવામાં તે આત્મવિશ્વાસ જોવાં મળી રહયો નથી. ત્યારે જિલ્લામાં ઉલટફેરની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર
ભાજપ દ્વારા તમામ ધારાસભ્ય ને રીપિટ કરતાં દાવેદારો અને કાર્યકરો ભારે નારાજ થયા હતા, તેમને મનાવવાના તમામ પ્રયત્નોમાં કરવામાં આવ્યાં હતાં પરંતુ મતદાનનાં દિવસ ની પરિસ્થિતિ જોતાં
નારાજ દાવેદારો અને કાર્યકરો ને મનાવવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને નેતાઓ નિષ્ફળ રહયાં હોવાનુ નજરે ચડ્યું હતું. આ ચૂંટણીમાં
મતદારોનું મૌન એ સૌને અકળાવી મૂક્યાં છે. કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ તો ઓછો જોવા મળ્યો હતો પરંતુ તેનાં કરતાં ભાજપનાં ગઢ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો માં પણ ભાજપ નાં નેતા અને કાર્યકરોમાં જરા પણ ઉત્સાહ જોવા મળ્યો નહતો.

વલસાડ ની બેઠક પર ભાજપના ધારાસભ્ય ભરત પટેલ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો.આ વખતે મતદારોએ તેમની સામે ખુલ્લો વિરોધ કર્યો હતો જેથી ભરત પટેલે મોદી નાં નામે મતો માંગવા પડ્યા છે.
કાર્યકરોની નારાજગી પણ જગજાહેર છે.મતદાન નાં દિવસે ભાજપ નેતા અને કાર્યકરો નિષ્ક્રિય રહયાં હતાં જ્યારે અમુક ભાજપ નાં ગઢ ગણાતા વિસ્તારોમાં તેમની વિરૂધ્ધ પણ કામ કર્યું હોવાનું પણ ચર્ચાઓ થઇ રહી છે. સામે કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલ નવાં સવા છે. તેમનો એક પ્લસ પોઈન્ટ તેઓની છાપ ભરત
પટેલ કરતાં સારી છે. ભરત પટેલ નાં વિરોધને કારણે આ બેઠક પર કોંગ્રેસે છેલ્લે છેલ્લે સારી મહેનત કરી છે. આપ નાં ઉમેદવાર રાજુ મરચાં શહેર પૂરતાં મર્યાદિત છે, આપ નાં નામે ગ્રામ્ય વિસ્તારો માંથી
વધુ મતો મળવા મુશ્કેલ છે.આ બેઠક પર ભરત પટેલ સામેનો વિરોધ ખરેખર મતદાનમાં તેમની વિરૂધ્ધ
થયો હોય તો તેમને આ બેઠક જાળવી રાખવી મુશ્કેલ બનશે. આપ નાં ઉમેદવાર રાજુ મરચાં શહેરી વિસ્તારોમાં ભાજપના મતો તોડે છે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જે કોંગ્રેસની મતબેંક માં ગાબડું
પાડે તે પણ પરિણામ બદલી શકે છે. રાજુ મરચાં જે રીતે પોતાનાં મતો ગણાવી રહ્યા છે તે મુજબ તો તેઓ કાગ્રેસનાં મતો જ બગાડ્યા હોવાનું જણાઇ રહ્યું છે. કોંગ્રેસ તેમનાં કમિટેડ મતો જાળવી રાખે અને જે
રીતે કાંઠા વિભાગ, અતુલ અને શહેરી વિસ્તારોમાં ભરત પટેલ નાં વિરોધનો ફાયદો ઉઠાવવામાં સફળ થયું હસે તો જ કોંગ્રેસ જીતી શકશે નહી તો પાતળી
ઉલટફેરની શક્યતાઓ વચ્ચે સરસાઇ થી પણ ભરત પટેલ ભારે વિરોધ વચ્ચે પણ આ બેઠક જાળવી શકશે. ભરત પટેલ અને તેમનાં સમર્થકો માં સોંપો તો પડી જ ગયો છે. આમ આ બેઠક ઉલટફેર કરી શકે છે.

ધરમપુર વિધાનસભા
ધરમપુર બેઠક પર કાંટા ની ટક્કર જોવા મળી રહી છે. આ બેઠક પર ધોડિયા પટેલ જ્ઞાતિ નું વર્ચસ્વ છે, પરંતુ ત્રણ મુખ્ય પક્ષનાં ઉમેદવારો આજ જ્ઞાતિનાં છે. આ
બેઠક પર ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સામે પક્ષમાં જ વિરોધ છે. અરવિંદભાઈ પટેલ ની મહેન્દ્ર ચોધરી સામે ની ઓડિયોએ ભારે ચકચાર જગાવી હતી, જેને કારણે ભાજપનું મજબૂત ચોધરી પરિવાર અરવિંદભાઈ પટેલ ની જગ્યાએ આપ ને ચલાવ્યાં હોવાનું ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસ
માંથી માજી સાંસદ કિશન પટેલે એડી ચોટીનું જોર લગાવી પૈસાનો વરસાદ વરસાવ્યો હોવાની ચર્ચાઓ છે. આપ માંથી કમલેશ પટેલ આદીવાસી વિકાસ મંચનો પ્રમુખ છે, કમલેશ પટેલ ને ભાજપનાં નારાજ નેતાઓએ ચલાવ્યો હોવાનું અને કુકણા સમાજ ના મતો મળ્યા હોવાની ચર્ચાઓ છે. કમલેશ પટેલ ને રૂપિયાની ખોટ નડી શકે છે, ધરમપુર નાં અંદર નાં
ગામોમાં કિશન પટેલ નું જોર દેખાય રહયું છે. કોંગ્રેસ નાં કમિટેડ મતબેંક પર અને રૂપિયા ખર્ચ કર્યો તે છેક સુધી પહોંચ્યાં હાજ્ય તો તે કિશન પટેલનું જમાં પાસુ રહેશે.આ બેઠક પર પણ ઉલેટફેર થઈ શકે છે.

કપરાડા વિધાનસભા
કપરાડા બેઠક ભાજપ કરતાં કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલા અને મંત્રી બનેલાં જીતુભાઈ ચૌધરી માટે ખુબ મહત્વની છે.એટલે જીતુભાઈ ચોધરી એ જીતવાના તમામ પ્રયત્નો કરિયા છે.

પરંતુ ભાજપનાં જ કપરાડા નાં નેતાઓ કાર્યકરોએ કોંગ્રેસ અને આપ ઉમેદવાર જયેન્દ્ર
ગાવિતને ચલાવ્યો હોવાનું ચર્ચાય રહયું છે. જીતુભાઈ ચોધરી ને ભાજપનાં નેતા અને જૂનાં કાર્યકરો નાં રોષ નડી શકે છે. જીતુભાઈ ચોધરી આ ચૂંટણી જીતશે તો તે તેની પોતાની જીત હશે. કોંગ્રેસના ઉમેદવાર
વસંત પટેલ માજી મંત્રી બરજુલભાઈ પટેલનાં પુત્ર છે, કોંગ્રેસનાં કમિટેડ મતો અને ભાજપ નાં નારાજ સભ્યો ખરેખર જો જીતુભાઈ ચોધરી વિરૂધ્ધ મતદાન કરાવ્યું હસે તો પલ્લું ભારી થઈ શકે છે. આપ નાં જયેન્દ્ર
ગાવિતને કેટલાં અને કોના મતો મળે છે તે પણ નિર્ણાયક બનશે.

પારડી વિધાનસભા
પારડી બેઠક પર નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ ખુબ જ મજબુત ઉમેદવાર છે. તેમાં કોંગ્રેસે આયાતી મહીલા ઉમેદવાર જયશ્રીબેન પટેલ ને ટિકીટ આપી તેમનું
કામ આસાન કરી દીધું હતું. તેમ છતાં પણ તેમણે ઘણી મહેનત કરી છે જે તેમને લીડ વધારવામાં મદદ થઈ શકે છે. આ એક જ બેઠક પર ભાજપ ની જીત નક્કી હોવાનુ જણાય છે.

ઉમરગામવિધાનસભા
ઉમરગામ બેઠક પર ભારે વિરોધ વચ્ચે ફરીથી ૧૧ મી વાર માજી મંત્રી રમણલાલ પાટકર ને ભાજપે ટિકીટ આપી હતી. કોંગ્રેસે પણ આ વખતે મજબુત ઉમેદવાર નરેશ વળવી ને ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે ટિકીટ નહીં આપતાં ગત ચૂંટણી નાં ઉમેદવાર અશોક ઘોડી આપ
માંથી ઉભા રહ્યાં છે. કોંગ્રેસ રમણ પાટકર નાં વિરોધને મતદાન માં પરિવર્તિત કરે તો પરિવર્તન ની શક્યતા છે કારણ કે આપ નાં અશોક ઘોડી કાગ્રેસ નાં મતો તોડશે તો તેનો સીધો ફાયદો રમણલાલ પાટકર ને થઈ શકે છે. માછીમારો એ વિરોધ કયી હતો અને ૩૦૦૦ જેટલાં
મતદારોએ મતદાન નો બહિષ્કાર કર્યો હતો આ મતો કોંગ્રેસની તરફેણ માં કોંગ્રેસ કરવામાં સફળ થઈ નથી. આવાં ભાજપનાં કમિટેડ મતો કાગ્રેસ પોતાનામા પરિવર્તિત કરાવી શકી નહીં હોય તો રમણલાલ પાટકર ને બેઠક જાળવવામાં તકલીફ નહીં પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here