‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ ચૂંટણીપંચનો છેલ્લી ઘડીએ મહત્ત્વનો નિર્ણય:આજે સાંજે 6.30 વાગ્યા સુધી

0
222

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તરપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની પેટાચૂંટણીઓને અનુલક્ષીને આજે તારીખ 5મીને સોમવારે સાંજે 5 વાગ્યે મતદાન પૂરું થયા પછી અલગ અલગ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ કે ન્યૂઝ એજન્સીઓ તરફથી એક્ઝિટ પોલનાં અનુમાનો આવવાનાં શરૂ થઈ જાય છે. લગભગ સાડાપાંચ વાગ્યાથી જ એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જાય છે, પણ આજે ચૂંટણીપંચે છેલ્લી ઘડીએ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે કે આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂરું થઈ જાય પછી તરત એક્ઝિટ પોલ નહીં આપી શકાય. સાંજે 6-30 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના અનુમાન, એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કેવી રીતે કરાવવામાં આવે છે એક્ઝિટ પોલ?

એક્ઝિટ પોલમાં એક સર્વે કરવામાં આવે છે, જેમાં મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ એ પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો. આ સર્વે મતદાનના દિવસે જ કરવામાં આવે છે, એટલે કે સર્વેક્ષણ એજન્સીઓની ટીમો મતદાન મથકની બહાર મતદારોને પ્રશ્ન કરે છે અને એ પરથી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ સર્વે પરથી ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવવામાં આવે છે. આ માટે ઘણી એજન્સીઓ ભારતમાં એક્ઝિટ પોલનું આયોજન કરે છે.

આ પછી ચૂંટણીપંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સમયાંતરે સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડે છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ, તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતા નથી, એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલનાં પરિણામો બતાવવામાં આવી શકે છે. આ કાયદા હેઠળ જો કોઈ ચૂંટણીપ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ અથવા ચૂંટણી સંબંધિત કોઈ સર્વે બતાવે છે અથવા તો કોઈ પણ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે તો તેને 2 વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બંને થઈ શકે છે.

આ સર્વે માત્ર મતદાનના દિવસે જ કરવામાં આવે છે, જેમાં મતદારો સાથે વાતચીત કરીને તેમને કોને વોટ આપ્યો એ વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન થયું હતું. આવી સ્થિતિમાં આ સર્વે દરેક તબક્કાના મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ સર્વે મતદાન મથકની બહાર કરવામાં આવે છે.

2004માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા

આવા એક્ઝિટ પોલનાં પરિણામો ક્યારેક ખૂબ જ સચોટ સાબિત થાય છે તો ક્યારેક ખોટાં પણ સાબિત થાય છે. 2004ની લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલનાં પરિણામો અને ચૂંટણીનાં પરિણામો સાવ વિપરીત હતાં. 2004માં એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે અને એનડીએની સરકાર બનશે, પણ જ્યારે પરિણામ આવ્યાં તો એનડીએ 200નો આંકડો પણ પાર કરી શક્યો નહીં અને 189 પર સમેટાઈ ગયો હતો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની અને યુપીએની સરકાર બની હતી. આ પછી 2009ની લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ અને યુપીએ વચ્ચે જોરદાર ટક્કર થશે એવું કહેવામાં આવ્યું હતું, પણ જ્યારે પરિણામો આવ્યાં ત્યારે યુપીએને 262 બેઠક અને એનડીએને 159 બેઠક મળી હતી.

આ પછી ચૂંટણીપંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સમયાંતરે સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડે છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ, તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતા નથી, એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલનાં પરિણામો બતાવવામાં આવી શકે છે. આ કાયદા હેઠળ જો કોઈ ચૂંટણીપ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ અથવા ચૂંટણી સંબંધિત કોઈ સર્વે બતાવે છે અથવા તો કોઈ પણ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે તો તેને 2 વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બંને થઈ શકે છે.

આ સર્વે માત્ર મતદાનના દિવસે જ કરવામાં આવે છે, જેમાં મતદારો સાથે વાતચીત કરીને તેમને કોને વોટ આપ્યો એ વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન થયું હતું. આવી સ્થિતિમાં આ સર્વે દરેક તબક્કાના મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ સર્વે મતદાન મથકની બહાર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here