સુરત પી.પી.સવાણી ગ્રુપ આયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવનો ચોથો તબક્કો આજે રવિવારે સાંજે કન્યા વિદાયથી સંપન્ન થયો હતો. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે પિતાવિહોણી દીકરીઓનું લગ્ન સમારોહમાં દીપ પ્રાગટ્ય જે કોરોનાકાળમાં ગંગા સ્વરૂપ થયેલી બહેનોના હસ્તે કરાવીને સામાજિક સંદેશ આપ્યો હતો. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે પિતા વિહોણી દીકરીઓનું કન્યાદાન કર્યું હતું.