કપરાડા તાલુકાના સિલ્ધા ગામે મહાનુભાવ સંપ્રદાય ના અનુયાયી દ્વારા શ્રી દત્ત અવતાર દિવસની ઊજવણી.

0
540

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલ્ધા ગામે, હાટશેરી ફળિયામાં મહાનુભાવ સંપ્રદાય ના અનુયાયી દ્વારા શ્રી દત્ત અવતાર દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવી.

મહાનુભાવ સંપ્રદાય ના અનુયાયી દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમ માં મહારાષ્ટ્ર ,નાશિક તેમજ પાલઘર જિલ્લો, ગુજરાત રાજ્ય તેમજ દાદરા નગર હવેલીના મહાનુભાવ પંથના અનુયાયી તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલી પંથક ના ઈશ્વર ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી પ. પુ.પ.મ. શ્રી અંકુળ નેરકર (મોઠેબાબા) સંચાલક, શ્રી દેવદત્ત આશ્રમ જાધવવાડી, પુણે તેમના આશ્રમના સાધુ સંતો અને તપસ્વિની ના સાનિધ્યમાં આ કાર્યક્રમ ના આયોજક નાશિક જિલ્લા મહાનુભાવ સમિતિ, પાલઘર જિલ્લા મહાનુભાવ સમિતિ, વલસાડ જિલ્લા મહાનુભાવ સમિતિ, દાદરા નગર હવેલી મહાનુભાવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here