વલસાડ જિલ્લામાં 5 બેઠક પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે.

0
275

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતના ચૂંટણી જંગમાં પરિણામો પહેલેથી જ એકતરફી બહાર આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓને પણ આ વખતે ઘરભેગા થવું પડ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડામાં આમ આદમી પાર્ટીએ પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ પરિણામો બતાવે છે કે દક્ષિણ ગુજરાતમાં ભાજપ સિવાય કોઈને સ્વિકાર્યા નથી. વલસાડ જિલ્લામાં વિસ્તારોમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે.

ધરમપુર ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ 33327 મતો થી વિજય વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ભરત પટેલ 103776 મતો થી વિજેતા પારડી બેઠક ના ભાજપ ના ઉમેદવાર કનુભાઇ દેસાઇ 97164 મતો થી વિજેતા કપરાડા બેઠક ના ભાજપ ના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 32968 મતો થી વિજેતા
ઉમરગામ બેઠકના ભાજપના ઉમેદવાર રમણભાઈ પાટકર 64786 મતોંથી વિજેતા

વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી નો ભવ્ય વિજય થયો છે. જીતુભાઈ ચૌધરી એ કપરાડા બેઠક પરથી જીતની ડબલ હેટ્રિક લગાવી છે. આ અગાઉ તેઓ અત્યાર સુધી કપરાડા બેઠક પરથી 6 ચૂંટણી લડી ચૂક્યા છે. અને તમામ માં તેમનો ભવ્ય વિજય થયો છે. આથી આ વખતે પણ તેઓ 32 હજાર 968 થી પણ વધુ મતથી વિજય થઈ અને તેમના હરીફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હરાવ્યા છે. ત્યારે સતત છઠ્ઠી વખત કપરાડા વિધાનસભા બેઠક પરથી વિજેતા થઈ જીતુભાઈ ચૌધરીએ આ બેઠક પર ઇતિહાસ રચ્યો છે. સતત છઠ્ઠી વખત વિજેતા થતા ભાજપના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે.

વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમણભાઈ પાટકર નો ભવ્ય વિજય થયો છે. સતત નવમી વખત ઉમરગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રમણભાઈ પાટકર આ બેઠક પર થી છઠ્ઠી વખત વિજેતા થયા છે. આ વખતે પણ તેમને જંગી લીડ થી જીતી અને ઇતિહાસ રચ્યો છે. રમણ પાટકર ઉમરગામ ના રાજકારણનું મોટું માથું છે. વર્ષોથી ઉમરગામ બેઠક પર રમણ પાટકર નો દબદબો રહ્યો છે. અને આ વખતે પણ તેમનો દબદબો યથાવત રહ્યો છે. છઠ્ઠી વખત જીત્યા બાદ રમણ પાટકરના સમર્થકો અને ભાજપ ના કાર્યકર્તાઓમાં ઉત્સાહ..

વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ નો ભવ્ય વિજય થયો. અરવિંદભાઈ પટેલ સતત બીજી વખત ધરમપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. વર્ષ 2017 ની સરખામણીમાં આ વખતે અરવિંદ પટેલ ની જીત બેવડાઈ છે. બીજી વખત જીત્યા બાદ અરવિંદ પટેલે મતદારો અને કાર્યકર્તાઓ નો આભાર માન્યો હતો.અને આ વખતે પણ પોતાના મત વિસ્તારમાં તેજ ગતી થી વિકાસ કરશે તેવી ખાત્રી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here