ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકો અને બીજા તબક્કાની 93 બેઠકો મળીને કુલ 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો આવી ગયો છે. ત્યારે એકવાર ફરી ગુજરાતમાં પ્રચંડ બહુમતિ સાથે ભાજપે ચારે કોર કમળ ખીલવી દીધું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર
રેકોર્ડબ્રેક જીત સાથે ગુજરાતભરમાં લહેરાયો કેસરિયો
મોટાભાગના જિલ્લાઓમાંથી AAP અને કોંગ્રેસના સૂપડાં સાફ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધો છે. જ્યારે કોંગ્રેસ 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી હતી. ત્યારે સમગ્ર ગુજરાતભરમાં ભાજપે કેસરિયો લહેરાવતા ખુદ PM મોદીએ પણ ભવ્ય જીત બદલ પાર્ટીના કાર્યકરો તેમજ CM ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, ‘તમારા અસાધારણ હાર્ડવર્ક વગર જીત શક્ય જ ન હોતી.’