જનાદેશ / AAPની રેવડી ન ચાલી, ઈટાલિયા, ઇસુદાન હાર્યા, આ 5 બેઠકોએ લાજ રાખી

0
302

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ બીજા ક્રમે જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરનાવ આદ આદમી પાર્ટીના માત્ર પાંચ ઉમેદવારો જ ચૂંટણી જીતી શક્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપના ગુજરાતના કિલ્લાને તોડવામાં મદદ કરવા બદલ રાજ્યની જનતાનો આભાર માન્યો છે. આ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીની જીતને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપના તોફાન છતાં ગુજરાતમાં જીતનાર આપના પાંચ હીરો કોણ છે. ચાલો જાણીએ આ અહેવાલમાં…

દેડિયાપાડા
વિધાનસભા બેઠક પરથી આપના ઉમેદવાર ચૈતરભાઈ દામજીભાઈ વસાવાએ કોંગ્રેસના જર્મબેન શુકલાલ વસાવાને હરાવ્યા છે. ચૈતરભાઈ દામજીભાઈ વસાવાને 10343 મત જ્યારે જર્મબેન શુક્લને 12587 મત મળ્યા છે. જ્યારે ભાજબના હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 63151 મત મળ્યા છે.

બોટાદ બેઠક પરથી મકવાણા ઉમેશભાઈ નારણભાઈ આપના ઉમેદવાર હતા ત્યારે તેમણે ભાજપના ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણીને હરાવ્યા હતા. મકવાણા ઉમેશભાઈ નારણભાઈને 80581 જ્યારે ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણીને 77802 મત મળ્યા હતા.

સુધીરભાઈ વાઘાણી
આદ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીરભાઈ વાઘાણીએ ગારિયાધાર વિધાનસભા બેઠક પરથી ભાજપના નાકરાણી કેશુભાઈ હીરજીભાઈને હરાવ્યા છે. સુધીરભાઈ વાઘાણીને 60944 જ્યારે કેશુભાઈ હિરજીભાઈને 5625 મત મળ્યા હતા.

ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણી વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભુપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણીએ ભાજપના હર્ષદકુમાર માધવજીભાઈ રિબડીયાને હરાવ્યા છે. ભાયાણીને 66210 મત જ્યારે હર્ષદકુમાર માધવજીભાઈ રિબડીયાને 59417 મત મળ્યા છે.

જામ જોધપુર બેઠક પર આહીર હેમંતભાઈ હરદાસભાઈએ ભાજપના ચીમનભાઈ સાપરીયાને હરાવ્યા છે. આહીર હેમંતભાઈ હરદાસભાઈને 71397 મત મળ્યા જ્યારે ચીમનભાઈ સાપરીયાને 60994 મતથી સંતૌષ માનવો પડ્યો હતો.

અડ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here