- 10મી ડિસેમ્બરે મળી શકે છે ભાજપના ધારાસભ્ય દળની બેઠક..
- ભાજપના વિજેતા ધારાસભ્યોને ગાંધીનગરનું આવશે તેંડુ..
- કમલમ ખાતે મળશે ધારાસભ્ય દળની બેઠક..
- ધારાસભ્ય દળની બેઠકમાં દળના નેતા એટલે કે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરાશે.
ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાશે જેને ધારાસભ્યો ટેકો આપશે. - ધારાસભ્ય દળના નેતા નક્કી થયા બાદ સરકાર બનાવવા માટેનો રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવશે..
- 12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં થશે નવી સરકારની શપથવિધિ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ વધુ એકવાર પીએમ મોદી અને ભાજપ પર ભરોસો મુક્યો છે. ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી 156 બેઠકો જીતી છે. ત્યારે આગામી 10મી ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી શકે છે.
જેમાં ગાંધીનગર કમલમથી ભાજપના વિજેતા ધારાસભ્યોને તેંડુ આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાશે.
ધારાસભ્ય દળના નેતા નક્કી થયા બાદ સરકાર બનાવવા માટેનો રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવશે. અને 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ થશે.