હિમાચલઃ સુખવિંદર સિંહ સુખુએ CM તરીકે લીધા શપથ, રાહુલ, પ્રિયંકા સહિત અનેક મોટા નેતાઓએ હાજરી આપી

0
266

  • સુખવિંદર સિંહ સુખુએ શિમલાના ઐતિહાસિક રિજ મેદાનમાં હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • મુકેશ અગ્નિહોત્રીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • સુખવિંદર સિંહ સુખુના શપથ ગ્રહણ સમારોહ માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે, જેમાં તેઓ ઢોલના તાલે નાચતા-ગાન કરી રહ્યા છે.

કોગ્રેસ ધારાસભ્ય દળના નેતા સુખવિંદર સિંહ સુખુએ શિમલાના ઐતિહાસિક રિજ મેદાનમાં હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે મુકેશ અગ્નિહોત્રીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સુખવિંદર સિંહ સુખુના શપથ ગ્રહણ સમારોહ માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે, જેમાં તેઓ ઢોલના તાલે નાચતા-ગાન કરી રહ્યા છે.

આ સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ઘણા વરિષ્ઠ લોકો શપથ ગ્રહણ સમારોહમાં સામેલ છે.

આ પહેલા સંજૌલી હેલિપેડ પર મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે “અમે બધા ખુશ છીએ, તેઓએ ખૂબ મહેનત કરી છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here