9 કેબિનેટ સહિત કુલ 22 ધારાસભ્યોને મંત્રી બનાવી શકે છે BJP, જુઓ કોના કોના નામ ચાલી રહ્યા છે રેસમાં

0
390

  • ભૂપેન્દ્ર સરકારનાં મંત્રીમંડળમાં આવી શકે છે જૂના ચહેરા
  • આશરે 20છી 22 ધારાસભ્યોને મળી શકે છે સ્થાન
  • 12 ડિસેમ્બરનાં ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ

માહિતી અનુસાર ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારનાં મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે જેમાં 9 કેબિનેટ અને બાકી રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. યુવા, મહિલા અને અનુભવી ચહેરાઓનાં આધાર પર સરકારમાં મંત્રીમંડળનું ગઠન કરવામાં આવશે.

ગુજરાત બીજેપી વિધાયક દળની મીટિંગ બાદ સર્વસંમત્તિથી ભૂપેન્દ્ર પટેલને રાજ્યનાં સીએમ તરીકે સ્વીકારી લીધેલ છે ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલએ રાજ્યપાલ પાસે જઇને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. 12 ડિસેમ્બરનાં ભૂપેન્દ્ર પટેલ એકવાર ફરી મુખ્યમંત્રી પદ માટે શપથ લેશે.

ભૂપેન્દ્ર સરકારનાં મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન
એક અંદાજ મુજબ ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા બાદ પોતાના મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન આપી શકે છે જેમાં 9 કેબિનેટ અને બાકી રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ મંત્રીમંડળ માટે કેટલાક સંભવિત નામો સામે આવી રહ્યાં છે જેમને ચોક્કસપણે કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે.

ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલ એક વર્ષ માટે બનેલી ભૂપેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રી રહ્યાં હતાં. પાટીદાર હોવાને કારણે અને ઉત્તર ગુજરાતથી હોવાને કારણે તેમને પાટીદાર નેતૃત્વને લઇને કેબિનેટ મંત્રીનાં રૂપે ફરી એકવાર સરકારમાં સ્થાન મળી શકશે.

કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયા કોલી સમાજનાં મોટા નેતાનાં રૂપે જાણીતા છે. તે વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યાં છે.

જયેશ રાદડિયા
વિઠ્ઠલ રાદડિયાનાં દિકરાં અને સૌરાષ્ટ્રમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં મોટું નામ ધરાવકાં જયેશ રાદડિયા વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી હતાં પરંતુ ભૂપેન્દ્ર સરકારમાં તેમને સ્થાન ન મળ્યું.

ગણપત વસાવા
આદિવાસી નેતા અને આનંદીબેન સરકારથી લઇ વિજયભાઇની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ગણપણ વસાવાને આ વખતે ભૂપેન્દ્ર સરકારનાં કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

રમણલાલ વોરા
રમણલાલ વોરા મોદી સરકારમાં મંત્રી હતાં પરંતુ 2017માં તે ચૂંટણી હારી ગયાં હતાં. આ વખતે ઇડરથી ચૂંટણી લડીને જીત્યાં છે. સરકાર ચલાવવાનો અનુભવ હોવાને કારણે તેમનું નામ કેબિનેટ મંત્રીનાં રૂપે ચર્ચામાં છે.

રાઘવજી પટેલ
રાઘવજી પટેલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિમંત્રી હતાં. તેમને આ વખતે પણ તેમના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

કનુ દેસાઇ
દક્ષિણ ગુજરાતથી આવતાં કનુ દેસાઇ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાણામંત્રીનાં રૂપે કામ કરી ચૂક્યાં થે. આ વખતે પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

હર્ષ સંઘવી
હર્ષ સંઘવી યુવા અને દક્ષિણ ગુજરાતથી આવે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહમંત્રી તરીકે તે કામ કરી રહ્યાં હતાં. હર્ષ સંઘવી છેલ્લા એક વર્ષથી પોતાના કામને લઇને સતત ચર્ચામાં રહ્યાં છે.

કિરીટસિંહ રાણા
કિરીટ સિંહ રાણા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શામેલ હતાં.

શંકર ચૌધરી
આનંદીબેન પટેલ સકકારમાં શંકર ચૌધરી મંત્રી હતાં. જો કે 2017માં તે ચૂંટણી હારી ગયાં હતાં. આ વખતે થરાદ સીટથી તેમણે ચૂંટણી જીતી છે. તેમને પણ મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે.

આ સિવાય મહિલામંત્રીઓમાં પાયલ કુકરાણી કે મનીષા વકીલને સ્થાન મળી શકે છે. આ સાથએ જ પહેલીવાર બીજેપીથી ચૂંટણી જીતનાર અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. હાર્દિક પટેલની મંત્રી બનવાની સંભાવના હાલમાં ના બરાબર છે આ સાથે જ આદિવાસી વિસ્તારથી આદિવાસી નેતાઓને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે જેમાં જીતુ ચૌધરી, નરેશ પટેલ વગેરે નામો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here