ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.

0
394

  • ગુજરાતમાં / ભરશિયાળે વરસાદના કારણે ખેડૂતોને નુકસાનગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય કૃષિ મંત્રી રાઘવજી પટેલે નુકસાની અંગે સર્વેને આદેશ આપ્યા છે.
  • ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.
  • કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધી છે. ખેતરમાં ઉભેલા પાકને નુકસાન પહોંચવાની સંભાવના છે

કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાના વાદાળા ખેરાયા છે. વલસાડ અને નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે જ્યારે ગઈ કાલે છોટાઉદેપુરના નસવાડીમાં પણ કમોસમી વરસાદ થયો હતો. તેમજ આજે રાજ્યાના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. ભરશિયાળે વરસાદ થતા ખેડૂતોને વિવિધ પાકોમાં નુકસાન થયું છે. જેને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, નુકસાની અંગે સર્વેને આદેશ આપ્યા છે.

Ad…

ભાવનગરના મહુવામાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ભર શિયાળે વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થઇ શકે છે.

ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધી છે. ખેતરમાં ઉભેલા પાકને નુકસાન પહોંચવાની સંભાવના છે, રાજગરો, રાઈડો, શાકભાજી જેવા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી આ સાથે જ પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ઘોઘંબાના કાંટુ સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે કમોસમી વરસાદ વરસતા ત્યાંના લોકોએ આજે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કર્યો છે.

હવામાન વિભાગની આગાહી અનૂસાર ગુજરાતના ધણાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તે મુજબ ધણા વિસ્તારોમાં આજે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભાવનગરના મહુવાના ધણાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણએ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોને ઘણુ નુકશાન થવાની ભીંતી સેવાઇ રહી છે.

ગામડામાં કમોસમી વરસાદ ભર શિયાળે વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને નુકશાની થશે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોને ખેતી ઉપર વર્ષ કાઢવાનું હોય છે. ત્યારે આ વરસાદના કારણે ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.

રવિ પાકને નુકસાન ભાવનગરના મહુવા તાલુકાના ક્યાં પાક પર અસર વરસાદની ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકો ડુંગળી પકવવાનું પીઠુ માનવામાં આવે છે. મહુવા તાલુકામાં મોટાભાગે ડુંગળી અને કપાસનું વાવેતર થાય છે. ત્યારે આજે વહેલી સવારે બદલાયેલા વાતાવરણમાં કેટલાક ગામડાઓમાં પડેલા કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતિત બની ગયા હતા.

વરસાદ પડ્યો મહુવા તાલુકાના બગદાણાના આજુબાજુ વિસ્તારના દેગવડા,ખારી, ઝાબુડા, ટિટોડીયા વગેરે ગામોમાં ધીમીધારે વરસાદ સવારમાં શરૂ થતા ખેડૂતોને રવિ પાકની કરેલી મહેનત ઉપર પાણી ફરી જાય તો ઉપજાવેલ પાક બગડવાની ભિતી સેવાઈ હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here