વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલા હયાત રેલવે ઓવરબ્રિજ રેલવેને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાયવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ જાહેરનામું બહાર પાડ્યું છે.

0
282

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલા હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+ 523.289 કી.મી) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાયવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)ની પેટા કલમ -1(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.

Ad….

બ્રિજને સદંતર બંધ કરવામાં આવનાર છે તેથી ઉપરોક્ત બ્રિજના ટ્રાફિકના મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી અવર જવર કરી શકશે. નાના વાહનો અન્ડર પાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી અવર જવર કરી શકશે.
ડાયવર્ઝન અન્વયે તા.24/5/2022 થી અન્ય વિભાગોના અભિપ્રાય મંગાવેલ હતા જેમાં ડાયવર્ઝન સંબંધે ઘણી વિસંગતતા હોવાનું ધ્યાનમાં આવતા આ બાબતે સામાન્ય જનતાને તથા અન્ય પરિવહનમાં કોઈ હાલાકી ન પડે અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે વિવિધ દૈનિક સમાચાર પત્રોમાં જાહેર નોટિસ પ્રસિધ્ધ કરી જાહેર જનતા પાસે વાંધા, સૂચનો/ રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ નોટિસના સંદર્ભે વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તથા આમ જનતા તરફથી વાંધો, સૂચનો/ રજૂઆતો મળી છે. જેને ધ્યાને લેતા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે આવેલા વાંધા, સૂચનો ધ્યાને લઈ યોગ્ય ડાઈવર્ઝન આપી શકાય તે માટે સબ ડિવિઝનલ પારડીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વાપી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ, ચીફ ઓફિસર વલસાડ- વાપી તેમજ રેલવે અને સંબંધિત વિભાગના અધિકારીઓની ટીમ બનાવી સૂચિત ડાયવર્ઝન સંબંધે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. આ ટીમના સૂચનો મુજબ નીચે જણાવેલી વિગતે વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 (22માં) ની કલમ 33, ની પેટા કલમ 1(બી)ની અન્વયે મળેલી સત્તાની રૂએ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ વલસાડની તા. 30-04-22ની દરખાસ્ત તથા સ્થળ મુલાકાત લેનાર ટીમના સૂચનો પ્રમાણે નીચે મુજબના ડાયવર્જન આપી વાપીના હયાત રેલવે બ્રિજ પરથી આવતા જતા તમામ પ્રકારના વાહનોને આગામી તા.21-12-2022 ના મધ્યરાત્રીના 00:00 કલાકથી તા.20-06-2024 સુધી રાત્રિના 12:00 કલાક સુધી (બન્ને દિવસો સહિત) ના સમયગાળા સુધી લાગુ રહેશે.

ડાયવર્ઝનની વિગત

(૧) તમામ પ્રકારના વાહનો એલ.સી.નં.81 બલીઠા ફાટક ઉપરથી આવન-જાવન કરી શકશે. પરંતુ સવારના 10:૦૦ થી 12:00 તથા સાંજે 5:00 થી 8:00 વાગ્યા દરમિયાન સ્કુલ બસ તથા એસ.ટી.બસ સિવાયના તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે.
(૨) વાપી પૂર્વ-પશ્ચિમ જવા તથા આવવા માટે નાના વાહનો (3.5 મીટરની ઉંચાઈ સુધીના) રેલ્વે અન્ડર પાસ તથા રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ નવા ફાટક એલ.સી.-80, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી આવન-જાવન કરી શકશે. તથા રેલ્વે અન્ડર પાસ (જુનું ગરનાળુ)માંથી માત્ર ટુ-વ્હીલર વાહનો આવન-જાવન કરી શકશે.
(૩) ને.હા.નં.48 ઉપર મુંબઈ-દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોહનગામ ફાટક (એલ.સી.-77) તથા નાહુલી અન્ડર પાસ (એલ.સી.નં- 78) આવન—જાવન કરી શકશે.
(૪) ને.હા.નં.48 ઉપર વલસાડ સુરત દમણ જવા તવા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોતીવાડા ઓવરબ્રિજ (એલ.સી.નં. 88) થી આવન—જાવન કરી શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here