સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનોખી પહેલ
કપરાડા તાલુકામાં લોકફાળા થી કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરી નો યુવાનોએ મેળવી સરકારી નોકરી
- વલસાડ જિલ્લા ના બહુદા આદિવાસી વસ્તી ધરાવતો કપરાડા તાલુકા માં પણ આજના શેક્ષણિક યુગમાં શિક્ષણ ની ભૂખ જાગી છે
- કપરાડા તાલુકા માં કેટલાક નોકરિયાત વર્ગ અને સમજદાર અને શિક્ષિત લોકો એ એક ઉત્તમ સમજ કેળવી છે.
- કપરાડા એજ્યુકેશન ગ્રુપ” સરકારી નોકરી ઈચ્છુક યુવકો અને યુવતીઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થયું છે .
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા માં લોકફાળા થી ચાલતા કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરી નો ઉપયોગ કરી ૨૨ જેટલા યુવાનો એ મેળવી સરકારી નોકરી મળી
આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગ માં સરકારી નોકરીઓ મેળવવા નોકરી મેળવવા યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા ફરજીયાત હોય છે.જે ને લઈ વલસાડ જિલ્લા ના બહુદા આદિવાસી વસ્તી ધરાવતો કપરાડા તાલુકા માં પણ આજના શેક્ષણિક યુગમાં શિક્ષણ ની ભૂખ જાગી છે.અસંખ્ય યુવાનો ઉચ્ચશિક્ષણ મેળવ્યું છે.અને મેળવી થયા છે.પરંતુ આજે સરકાર શ્રી ના નિયમ મુજબ દરેક ક્ષેત્ર મા સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી ફરજીયાત હોવાને ને લઈ કપરાડા તાલુકા ના નોકરી ઈચ્છુક કેટલાક યુવાનો ને કોચિંગ ક્લાસ ઉપરાંત લાઇબ્રેરી જેવી સુવિધા માટે આર્થિક પરિસ્થતિ નબળી હોવાના ને કારણે જઈ શકતા નથી.જે અંગે કપરાડા તાલુકા ના કેટલાક શિક્ષિત યુવકો દ્વારા એક અનોખી પહેલ કરી “કપરાડા એજ્યુકેશન ગ્રુપ “ ની રચના કરી અને કોઈ નો જન્મદિન કે કોઈ અન્ય સિદ્ધિ મેળવનારાઓ તે નામનું શિક્ષણ નિધિ માં ફાળો આપે છે.આ કાર્ય છેલ્લા બે વર્ષથી કાર્યકર છે.આજના ફેશનેબલ જમાના માં બર્થડે કે અન્ય પાર્ટીઓ માટે લોકો મસ મોટી રકમ ખર્ચ કરે છે .ત્યારે કપરાડા તાલુકા માં કેટલાક નોકરિયાત વર્ગ અને સમજદાર અને શિક્ષિત લોકો એ એક ઉત્તમ સમજ કેળવી છે. આવા ખુશીના પ્રસંગે આ કપરાડા શિક્ષણ નિધિ માં ૧ કે ૨ હજારનું યથાશક્તિ ફાળો આપે છે.આજ દિન સુધી માં માટે પાયે લોકો એ કપરાડા એજ્યુકેશન ગ્રુપ માં ફાળો આપ્યો હોવાની વિગત મળવા પામી છે.આ લોકફળા ની રકમ થી કપરાડા એજ્યુકેશન ગ્રુપ ના સંચાલકો નોકરી ઈચ્છુક યુવાનો માટે વિનામૂલ્યે કોચિંગ ક્લાસ અને લાઈબ્રેરી ની સુવિધા ઉપલબ્ધ કરી છે.જેનો ઉપયોગ કપરાડા તાલુકા ના આદિવાસી યુવકો કરી રહ્યા છે.અને પોલીસ કોન્સ્ટેબલ,ગ્રામસેવક ,બિન સચિવાલય ઉપરાંત અન્ય TAT,TET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા ઓ આપી રહ્યા છે.જેમાં છેલ્લા બે વર્ષ માં” કપરાડા એજ્યુકેશન ગ્રુપ “દ્વારા ચાલતા કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરી નો ઉપયોગ કરી કપરાડા તાલુકા ના ૨૨ જેટલાઆદિવાસી યુવકો એ સરકારી નોકરી મેળવી હોવાનું જાણવા મળે છે .આમ કપરાડા તાલુકા માં સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ” કપરાડા એજ્યુકેશન ગ્રુપ” સરકારી નોકરી ઈચ્છુક યુવકો અને યુવતીઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થયું છે .આ ગ્રુપ માં આપેલો લોકફાળા નો ખરા અર્થ માં ઉપયોગ થાય છે.અને ગરીબ આદિવાસી સ્પર્ધાત્મક પરીક્ષાની સારી તૈયારી કરી શકે એ ઉત્તમ હેતુ આ ગ્રુપ નો છે.તેમાં સફળ પણ થયા હોવાનું જાણવા મળે છે.