મંગળવારનું ટેરોકાર્ડ રાશિફળ: મેષ જાતકોને ડેડીકેશન સાથે કામ કરતાં રહેવું 

0
265

વૃષભ

અત્યાર સુધી જે વાતોને લીધે નકારાત્મકતા પેદા થઈ રહી હતી, તે દૂર કરવા માટે તમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. પરિવારના લોકોમાં જણાતી ચિંતા આપમેળે જ દૂર થતી જશે પરંતુ તમારે પણ પરિસ્થિતિને સમજવાનો દરેક અપેક્ષિત યોગ્ય ફેરફાર કરવો પણ જરૂરી રહેશે. હાલ કેટલાક લોકો સાથે સંબંધો તણાવપૂર્ણ બનતા જશે. પરંતુ હાલના સમયમાં તેની પર ધ્યાન આપવું જરૂરી નથી.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાત અપેક્ષા પ્રમાણે આગળ નહીં વધે તો ગુસ્સો આવી શકે છે.

લવઃ- પાર્ટનરના સ્વભાવમાં દેખાતા ફેરફારને સમજવા જરૂરી છે.

હેલ્થઃ- લોહી સંબંધી કોઈ વિકાર થાય તો તેને દૂર કરવા પ્રયાસ કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

મિથુન

કેટલીક બાબતો તમારી અપેક્ષા પ્રમાણે ઘટતી દેખાશે. પરંતુ વારંવાર ધ્યાન ભટકવાને લીધે કોઈપણ કામને પૂરું કરવું મુશ્કેલ રહેશે. પૂરાં ફોકસ સાથે કામ પર ધ્યાન આપવું જરૂરી છે. લોકો દ્વારા મળી રહેલાં અલગ-અલગ વ્યૂ તમારી ચિંતા વધારી શકે છે.

કરિયરઃ- ડેડલાઈન સુધી કામ પુરું ન થવાને લીધે તણાવ અને ચિંતા થશે, પરંતુ નુકસાન નહીં થાય.

લવઃ- સંબંધોને લાગતી ચિંતાને દૂર કરવા માટે તમારે સંવાદ કરવાની જરૂર છે.

હેલ્થઃ- ગળાની ખારાશ વધવાથી તકલીફ અનુભવશો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

કર્ક

દરેક કામને લગતી ચિંતા અનુભવશો. પરંતુ ચિંતાને લીધે કામ કરવાનો ઉત્સાહને ઓછો ન થવા દો. તમને મળનારી તક પર ધ્યાન જરૂર આપો. અત્યાર સુધી ભલે આ કામનો અનુભવ ન હોય પરંતુ આ તક દ્વારા વ્યક્તિત્વમાં ફેરફાર જોવા મળશે. સાથે જ મોટી માત્રામાં ફાયદો પણ મળી શકે છે.

કરિયરઃ- બિુઝનેસ કે વેપારને એક્સપાન્ડ કરવા માટે રસ્તાઓ મળશે. બસ, કામમાં સાતત્ય સાથે આગળ વધો.

લવઃ- જે વ્યક્તિ સાથે પ્રપોઝલની અપેક્ષા હતી તેમની સાથે સંબંધો ગાઢ બનતા જશે.

હેલ્થઃ- શરદીની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 2

સિંહ

પોતાની જવાબદારીઓથી દૂર ભાગીને દરેક કામ અને મળનારા અનુભવનો સામનો કરવાનો પ્રયત્ન કરવો પડશે. લોકો દ્વારા બોલવામાં આવતી વાતોને લીધે માનસિક સંતુલન બગડી શકે છે. પરંતુ બીજા લોકોના પ્રભાવમાં આવીને પોતાનું નુકસાન ન થાય તે વાતનું ધ્યાન રાખજો. હાલના સમયમાં લોકોની ટીકાઓ જ મળવાની છે તેથી કોઈની પાસે ખોટી અપેક્ષાઓ ન રાખશો.

કરિયરઃ- કામમાં અડચણ અનુભવવાને લીધે ડેડીકેશન ઓછું થશે.

લવઃ- સંબંધોમાં ઊતાર-ચઢાવ ચાલતા રહેશે. પરંતુ સંબંધ તૂટશે નહીં.

હેલ્થઃ- પગમાં દુઃખાવો અને માંસપેશીઓમાં ખેંચાણ થતું લાગશે. શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

કન્યા

વ્યક્તિગત વાતોને પ્રાધાન્ય આપીને કામ કરતાં રહેવાની જરૂર છે. દરેક વ્યક્તિની સાથે નારાજગી અુનુભવી શકો છો. આજના દિવસેના અંત સુધી મોટી સમસ્યાનું સમાધાન મળશે પરંતુ તે તમારી અપેક્ષા પ્રમાણે ન હોવાને લીધે તેને સમજવામાં સમય લાગશે.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલું કામ કરતાં પહેલાં પોતાની કાર્યક્ષમતાને પારખવી પડશે.

લવઃ- પાર્ટનરના પક્ષને સારી રીતે ન સમજવાને લીધે ગલતફેમી પેદા થઈ શકે છે.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકલીફ વધવાની સંભાવના છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

તુલા

આજના દિવસે અપેક્ષાથી વધુ મહેનત લેવાની જરૂરિયાત છે. રૂપિયાને લગતા રાખવામાં આવેલ ટાર્ગેટને પ્રાપ્ત કરવા તમારી માટે શક્ય બનશે. કોઈપણ વ્યક્તિની સાથે તયેલા વિવાદને લીધે પોતાના અહંકારને વધવા ન દો. બીજા લોકોને નીચા દેખાવાનો પ્રયાસ તમારી માનહાનિનું કારણ બની શકે છે.

કરિયરઃ- કરિયરને લગતા લીધેલા નિર્ણયો પર ટકી રહેવું તમારી માટે જરૂરી છે.

લવઃ- બેકારની વાતોને લીધે પાર્ટનરની સાથે વિવાદ પેદા થઈ શકે છે.

હેલ્થઃ- અપચો અને કબજીયાતની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

વૃશ્ચિક

અપેક્ષાથી વધુ ખર્ચ થવાને લીધે રૂપિયાને લગતી ચિંતા સતાવતી રહેશે. યોજના પ્રમાણે કામ કરતાં રહો. પરિવારની કોઈ વ્યક્તિની ચિંતા વધતી જોવા મળશે. પરંતુ હાલના સમયમાં તમે તેમની કોઈપણ પ્રકારની મદદ કરપવા માટે સક્ષમ નથી એ વાત સમજવી જરૂરી છે.

કરિયરઃ- કામમાં આપેલી જવાબદારી સારી રીતે સમજવી પડશે. તમારા દ્વારા થયેલી ભૂલ કામ બગાડી શકે છે.

લવઃ- સંબંધોમાં કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો પડશે.

હેલ્થઃ- છાતીને લગતા વિકાર થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

ધન

નકારાત્મક વિચારોની અસરથી પોતાને દૂર રાખવાની જરૂર છે. સમયનો સારી રીતે ઉપયોગ ન કરશો તો પાછળથી પછતાવો થશે. આપવામાં આવેલ કામને સમયસર પૂરું કરવાનો પ્રયાસ કરો નહીંતર તમારી ઉપર દબાણ વધી શકે છે એટલું જ નહીં લોકોનો તમારા કામ પ્રત્યેનો વિશ્વાસ પણ ઓછી તઈ શકે છે. જે તમારી માટે તકલીફનું કારણ પણ બની શકે છે.

કરિયરઃ- ભાગીદારીમાં કામ કરનારા લોકોને એક-બીજા સાથે પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- સંબંધોમાં લાગતી ચિંતાની પાર્ટનર સાથે ચર્ચા કરવાની જરૂર છે.

હેલ્થઃ- પેટના દુઃખાવાની તકલીફ થઈ શકે છે. શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

મકર

કોઈપણ વ્યક્તિની મદદ કરતી વખતે પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને વચન ન આપો કે મદદ કરવાનો પ્રયાસ ન કરો. વ્યક્તિગત બાબતો પાછળ ખર્ચ અચાનક વધી શકે છે. પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા થયેલો ખોટું વર્તન તમારા મનમાં કટુતા પેદા કરી શકે છે. દરેક વાતને હાલના સમયમાં સ્પષ્ટ રીતે બોલવી તમારી માટે જરૂરી રહેશે.

કરિયરઃ- કામ સાથે જો઼ડાયેલી કોઈ એક જ વાત પર પૂરું ફોકસ રાખો. ત્યારે કામની ક્વોલિટીમાં સુધારો લાવી શકશો.

લવઃ- જૂના સંબંધો તોડીને નવા સંબંધો પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે.

હેલ્થઃ- ઘુંટણોમાં દુઃખાવની તકલીફ પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

કુંભ

અચાનકથી આવી રહેલાં ફેરફાર સમજવામાં સમય લાગશે. જેટલી સ્વભાવમાં નરમાશ રાખશો એટલી જ પરિસ્થિતિને સમજવી તમારી માટે સરળ રહેશે. હાલના સમયમાં હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અનુભવો પ્રાપ્ત થશે. નુકસાનદાયક પરિસ્થિતિ ભલે ન હોય પરંતુ દરેક બાબતમાં જાગરુકતા રાખવી જરૂરી છે.

કરિયરઃ- કરિયરને લગતી મળેલી તકને લીધે નવા અનુભવ મળશે જે કરિયરને શ્રેષ્ઠ બનાવવા માટે યોગ્ય સાબિત થશે.

લવઃ- રિલેશનશીપમાં અચાનક અપેક્ષા પ્રમાણે ફેરફાર જોવા મળશે.

હેલ્થઃ- કમરદર્દની પરેશાની વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

મીન

કામને લગતા કોઈપણ નિર્ણય લેતાં પહેલાં વાસ્તવિકતાનું ધ્યાન રાખવું તમારી માટે ખૂબ જ જરૂરી છે. રૂપિયાને લગતી બાબતોમાં લેવામાં આવેલ રિસ્કને લીધે નુકસાન થવાની શક્યતા પેદા તઈ રહી છે. પરંતુ કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ બિલકુલ ન કરો. પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંયમથી કામ લેવું જરૂરી છે.

કરિયરઃ- કામમાં લાગતો સરળ રસ્તો તમને નુકસાન કરાવી શકે છે. તેથી યોગ્ય રસ્તાને અપનાવીને કામ કરો.

લવઃ- ખોટા લોકોની સંગતને લીધે સંબંધોમાં પરેશાની આવી શકે છે.

હેલ્થઃ- પેટને લગતી પેદા થયેલી સમસ્યા પરેશાન કરતી રહેશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here