ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે.

0
242

ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે. આજે મળેલી નીતિ આયોગની બેઠક પછી ભારત સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની ભલામણ કરી છે. એ ઉપરાંત જેમને પણ બૂસ્ટર ડોઝ બાકી છે તે પણ વહેલીતકે લઈ લેવાની અપીલ કરી છે.તે ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો.સરકારની અપીલ પર કોંગ્રેસે કહ્યું- ભારત જોડો યાત્રાથી મોદી સરકાર ડરી ગઈ છે. શું PM મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને ગયા હતા?સાત દિવસમાં 10 હજાર મૃત્યુચીનમાં વધી રહેલા કેસો વચ્ચે દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. મીટિંગ બાદ તેમણે કહ્યું- કોરોના હજુ ખતમ નથી થયો પરંતુ ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અમે તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું છે.અમેરિકામાં 19 હજારથી વધુ કેસઅમેરિકા સહિત 10થી વધુ દેશોમાં કોરોના દર્દીઓમાં અચાનક વધારો થયો છે. એટલું જ નહીં, અહીં મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકામાં સોમવારે 19 હજાર 893 નવા કેસ નોંધાયા છે. તો એક દિવસમાં 117 લોકોનાં મોત થયાં છે. સૌથી વધુ 55 હજાર કેસ જર્મનીમાં મળ્યા છે. અહીં 161 લોકોએ જીવ ગુમાવ્યા છે. જાપાનમાં 72,297 કેસ અને 180 સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. બ્રાઝિલમાં 29,579 કેસ અને 140 મૃત્યુ. દક્ષિણ કોરિયામાં 26,622 કેસ અને 39 મૃત્યુ. ફ્રાન્સમાં 8,213 કેસ અને 178 મૃત્યુનો સમાવેશ થાય છે.ભારતમાં કેસ ઘટી રહ્યા છેજ્યાં વિશ્વભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, ત્યાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અનુસાર, 20 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 3 હજાર 490 સક્રિય કેસ હતા, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.સ્વાસ્થ્યમંત્રીએ 19 ડિસેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે ભારતમાં રસીકરણની સંખ્યા 220 કરોડને વટાવી ગઈ છે. આ સંખ્યા તમામ ઉપલબ્ધ કોરોના રસીઓમાં પહેલા, બીજા અને પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન દેશમાં 16 જાન્યુઆરી 2020ના રોજ શરૂ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here