વલસાડના ધરમપુરની મોડેલ સ્કૂલ, માલનપાડા ખાતે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને રેઈન્બો વોરિયર ગ્રુપ, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ધરમપુર તાલુકાની માધ્યમિક /ઉ.માધ્યમિક સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે “શિક્ષણ સેમીનાર અને સન્માન સમારંભ” કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શુભ શરૂઆત વલસાડ જિલ્લા પ્રાથમિક રાજ્ય સંઘના પ્રમુખ ગોકુળ પટેલ દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ડૉ.વર્ષા પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પ્રથમ બેઠકમાં વક્તા મલ્કેશભાઇ રાણા દ્વારા “ધ્યાનથી સમાધાન” વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. દ્વિતીય બેઠકમાં કપિલભાઈ વઘાસિયા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન” અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તૃતીય બેઠકમાં “ગોલ સેટિંગ” અંગે શ્રી યોગેશભાઈ ગામીતે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. ચતુર્થ બેઠકમાં તૃપ્તિબેન વ્યાસ દ્વારા “સ્વ પ્રેરણાથી સ્વ અધ્યયન સુધી” વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું . ત્યારબાદ માનનીય હિતેનભાઈ ભૂતા સાહેબ અને એમના પરિવારજનોના હસ્તે ધરમપુર તાલુકાની સરકારી શાળાઓના એસએસસી ,એચએસસી બોર્ડ પરીક્ષા 2022 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ મેળવનાર કુલ 38 વિદ્યાર્થીઓને ચાંદીના મેડલ તથા પ્રથમ ક્રમને ₹1,000 બીજા ક્રમને ₹500 અને ત્રીજા ક્રમને 250 નું રોકડ પુરસ્કાર હિતેનભાઈ ભૂતા દ્વારા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવ્યા હતા.તેમજ મોડલ સ્કૂલ માલનપાડામાં યોજાયેલ વકૃત્વ સ્પર્ધાના નવ વિદ્યાર્થીઓ અને નિબંધ સ્પર્ધાના નવ વિજેતા વિદ્યાર્થીઓ કુલ અઢાર વિદ્યાર્થીઓને પણ ચાંદીના મેડલ અને પ્રમાણપત્રનું વિતરણ હિતેન ભૂતા દ્વારા એમના જ પ્રદાનથી કરવામાં આવ્યું . કુલ 56 વિદ્યાર્થીઓને મેડલ,રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માન કરવાનો ઐતિહાસિક કાર્યક્રમ હતો..
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વલસાડમાંથી ડૉ. બી. બી. પટેલ ( EI)અને જી. એફ. લુહાર હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.સદર કાર્યક્રમ માટે ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, વલસાડ અને હાલના જિલ્લા શિક્ષણાધિકારી,ભરૂચ કે .એફ. વસાવા શુભેચ્છા કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમમાં મોડેલ શાળા પરિવારની આયોજનપૂર્વકની વ્યવસ્થા માટે રેનબો વોરિયર ગ્રુપ, ધરમપુરના કન્વીનર શંકરભાઈ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા . જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારીઆ સમગ્ર કાર્યક્રમ માટે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.