સિક્કિમમાં આર્મી વાહનને નડ્યો અકસ્માત, 16 જવાનો શહીદ

0
225

સિક્કિમથી એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર મળી રહ્યાં છે. ઉત્તર સિક્કિમના વિસ્તારમાં સેનાના વાહનને ગંભીર અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 જવાન શહીદ થયા છે. જ્યારે જવાન ગંભીર રીતે 4 ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત જવાનોની સારવાર ચાલી રહી છે. સેનાની ટ્રક ખીણમાં ખાબકી હતી. તંત્રે અકસ્માતના સ્થળે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.

Ad..

ઉત્તર સિક્કિમમાં ભારત-ચીન સરહદ પાસે ભારતીય સેનાની એક ટ્રકને અકસ્માત નડ્યો છે. અકસ્માત અંગે પ્રાપ્ત થઈ રહેલા પ્રાથમિક અહેવાલ અનુસાર, શુક્રવારે અચાનક આ ટ્રક રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ગબડી પડી હતી. આ દુર્ઘટનામાં 16 જવાનો શહીદ થયા છે. જ્યારે 4 જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ અકસ્માત અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે, ઘાયલોને ઉત્તર બંગાળની લશ્કરી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here