અરનાલ ગામે મફત નેત્રયજ્ઞ અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ આર.એન.સી.ફ્રી. આઈ હોસ્પિટલ વલસાડ દ્વારા યોજવામાં આવ્યો
પારડી તાલુકાના અરનાલા ગામે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ના હોલમાં અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડની ટીમ
આર.એન.સી.ફ્રી. આઈ હોસ્પિટલ વલસાડ દ્વારા વીના મૂલ્યે 720 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવી હતી.
પારડી તાલુકાના અરનાલા ગામે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ના હોલમાં અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ પારસ પટેલ આર.એન.સી.ફ્રી. આઈ હોસ્પિટલ વલસાડ જ્યંતીભાઈ મિસ્ત્રી દ્વારા વીના મૂલ્યે 720 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવી હતી.
આ નેત્રયજ્ઞમાં મોતિયો, ઝામર, વેલ જેવાં ઓપરેશનોની જરૂરીયાત વાળા દર્દીઓના મફત નિદાન કરવામાં આવ્યુ હતુ. 30 જેટલા ઓપરેશનની જરૂરીયાત વાળા દર્દીઓ મળી આવ્યા હતા. એવા દર્દીઓને જાન્યુઆરી ની 26 અને 28 તારીખે ઓના મફત ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.જરૂરીયાતવાળા મોતિયાના દર્દીને નેત્રમણી (લેન્સ) પ્રત્યારોપણ મફત કરી આપવામાં આવશે.
જરૂરીયાત મંદોને ચશ્માનું વિતરણ મફત કરવામાં આવ્યુ હતુ.ઓપરેશનની જરૂરીયાતમંદ દર્દીને જાણ કરવામાં આવી હતી.વલસાડ આર.એન.સી હોસ્પીટલમાં આવવા જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ઓપરેશન તેમજ રહેવા જમવાની સગવડ વિના મુલ્યે આપવામાં આવશે.
મફત નેત્રયજ્ઞ નું આયોજન રાજેશભાઈ પટેલ, દલપતભાઈ પટેલ,ચંપકભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ, અતુલભાઈ પટેલ ગામના સામાજિક અગ્રણી આગેવાનો યુવાનો વડીલો દ્વારા મફત નેત્રયજ્ઞને સફળ બનાવવા જહેમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.