કોણ છે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ

0
169

2020 ની એક હવાઈ દુર્ઘટના વખતે એલસીએ તેજસ લડાકૂ વિમાનને બચાવી લેવા બદલ તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા.

કોણ છે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ
વરુણ સિંહ ઈન્ડીયન એરફોર્સના પાયલટ અને ગ્રુપ કેપ્ટન છે તેઓ દુર્ઘટનાગ્રસ્ત Mi-17V5 હેલિકોપ્ટરને ઉડાવી રહ્યાં હતા ત્યારે નિલિગિરીના જંગલોમાં તે તૂટી પડ્યું હતું અને તેમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા. 2020 ની એક હવાઈ દુર્ઘટના વખતે તેજસ લડાકૂ વિમાનને બચાવી લેવા બદલ તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા. દુર્ઘટનામાં વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમની તમિલનાડુની વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમા સારવાર ચાલી રહી છે.

પ્રેશરને સારી રીતે સંભાળી જાણે છે વરુણ સિંહ
સંરક્ષણ મંત્રાલય તરફતી કહેવામાં આવ્યું કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ પોતાની સૂઝબૂઝને કારણે એક મોટી દુર્ઘટનાને ટાળી શક્યા હતા. તેમણે ઉદાહરણરુપ સંયમ જાળવી રાખ્યો હતો. વિમાનીમાં ખરાબી આવ્યાં બાદ તેઓ તેને છોડી શકતા હતા તેમ છતાં પણ તેમણે ઘણું જોખમ હોવા છતાં પણ વિમાનનું સહીસલામત ઉતરાણ કરાવ્યું હતું.

યુપીના દેવરિયાના રહેવાશી છે ગ્રુપ કેપ્ટન
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ યુપીના દેવરિયાના રહેવાશી છે. જ્યારે તેમણે 2020 માં શૌર્ય ચક્ર મળ્યો હતો ત્યારે તેમના વિસ્તારના લોકોએ ખૂબ ઉત્સાહ મનાવ્યો હતો. તેઓ કોંગ્રેસ પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા પણ છે.

હેલિકોપ્ટરમાં સવાર 14 માંથી 13 ના મોત
જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો જેમાં સવાર 14 લોકોમોંથી 13 ના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ જીવિત બચી ગયો છે. ઈન્ડીયન એરફોર્સે સત્તાવાર રીતે ટ્વિટ કરીને જનરલ બિપિન રાવતના મોતની જાહેરાત કરી હતી.

ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી

ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત કેવી છે એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here