તમિલનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું દુઃખદ નિધન થયું છે.

0
175
  • બિપિન રાવત: રાષ્ટ્રપતિ, PM મોદી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું
  • સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં દુઃખદ નિધન
  • રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું
  • પીએમ મોદીએ કહ્યું કે, બિપિન રાવત સાચા દેશભક્ત હતા

તમિલનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું દુઃખદ નિધન થયું છે. પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યકત કર્યું છે.
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું આજે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન દુઃખદ નિધન થયું છે. બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકની લાગણી છવાઈ ગઈ હતી. બિપિન રાવતને અચાનક ફાની દુનિયા છોડી દેતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.પીએમ નરેન્દ્ર મોદીએ બિપિન રાવતના નિધન બાદ ઉપરાઉપરી ત્રણ ટ્વીટ કરી હતી. તેઓએ લખ્યું કે, તમિલનાડુમાં થયેલ હેલિકોપ્ટર ક્રેશને કારણે આપણે જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય જવાનો ગુમાવ્યા છે, તેને લઈને ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. તેઓએ પૂરતી નિષ્ઠા સાથે ભારતની સેવા કરી છે. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. બીજી ટ્વીટમાં જનરલ રાવત સાથેનો ફોટો શેર કરતાં પીએમ મોદીએ લખ્યું કે, જનરલ બિપિન રાવત એક અસાધારણ જવાન હતા. સાચા દેશભક્ત, તેઓએ આપણી આર્મ્ડ સેનાનું આધુનિકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. સ્ટ્રેટેજિક મુદ્દાઓ પર તેમના વિચારો અસામાન્ય હતા. તેમના નિધનથી હું ખુબ જ દુઃખી છું. ઓમ શાંતિ. આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં તેઓએ લખ્યું કે, ભારત બિપિન રાવતની અસાધારણ સેવાને ક્યારેય પણ ભૂલશે નહીં.હેલિકોપ્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી
વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા ઘટનાસ્થળે સેના અને સ્થાનિક પોલીસના અધિકારીઓએ પહોંચી ગયા હતા. આ દરમિયાન આ દુર્ઘટનાને નજરે જોનાર એક સ્થાનિકે આ ઘટના બાબતે માહિતી જણાવી હતી. દુર્ઘટનાને નજરે જોનાર સ્થાનિકનું નામ કૃષ્ણાસામી છે. તેના જણાવ્યા મુજબ તેણે પહેલા એક મોટો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ તેણે ઘરમાથી બહાર આવીને જોયું તો એક હેલિકોપ્ટર એક ઝાડથી બીજા ઝાડ સાથે અથડાતાં ભીષણ આગની ઝપેટમાં આવી ગયું હતું.હેલિકોપ્ટરમાંથી 2-3 લોકોએ છલાંગ લગાવી હતી
કૃષ્ણાસામીના જણાવ્યા મુજબ, જ્યારે હેલિકોપ્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન કૃષ્ણાસામીએ 2-3 લોકોને હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવતા જોયા હતા. છલાંગ લગાવનારા લોકોના શરીર આગથી સળગી રહ્યા હતા. તરત જ કૃષ્ણાસામી સહિત આસપાસના સ્થાનિકોને એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જેટલા પણ મૃતદેહો મળ્યા હતા તે 80 ટકા જેટલા સળગી ચૂક્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here