આજ રોજ અર્ધ લશ્કર ના ચાલુ નોકરી કરતા વાઘેલા માવજીભાઈ ગામ ચકલાસી તાલુકો નડિયાદ જિલ્લો ખેડા ના વતની શહીદ
અંતિમ યાત્રા મા ગુજરાત અર્ધ લશ્કર ના પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ , પટેલ જીતેન્દ્ર ભાઈ ખેડા જિલ્લા પ્રમુખ , તુલસીભાઈ ગુજરાત પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી , ઉમેશભાઈ પટેલ ઉપ પ્રમુખ ખેડા જિલ્લા, મનુભાઈ કપડવંજ તાલુકા પ્રમુખ તેમજ સંગઠન ના અન્ય જવાનો હાજર રહ્યા વિશેષ બીએસએફ ૫૬ બટાલિયન થી ઇન્સ્પેક્ટર સાહેબ લક્ષ્મણસિંહ સાથે ગાર્ડ ઓફ ઓનર માટે ૪૦ જેટલા જવાનો અને ગ્રામ જનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા સમગ્ર ગામ અને આજુ બાજુ ના વિસ્તાર શોક મગ્ન હતો.
ાસ વિશેષ આ વીર જવાન ને આ વિસ્તાર ના અસામાજિક તત્ત્વો દ્વારા તેમના પર જીવલેણ હુમલો થયેલ જેમાં જવાન નું મૃત્યુ થયો તેમજ તેમના પત્ની ને ઇજા થયેલ અને તેમનો દીકરો ખૂબ જ ગંભીર હાલત મા સિવિલ અમદાવાદ મા જીવન મૃત્યુ સામે જજુમી રહ્યો છે આવા ઈસમો , હત્યારા સામે સખત કાર્યવાહી થવી જોવે જેની માંગ ગામ જનો , બીએસએફ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત અર્ધ લશ્કર સંગઠન પરિવાર કરી રહી છે વીર જવાન ના પરિવાર ને અને દેશ ના વીર સપૂત પર થયેલ આ સમગ્ર ઘટના ની ઘોર નિંદા કરીએ છીએ અને ન્યાય ની માંગણી સરકાર પાસે છે અને વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે સરકાર અને પ્રશાસન આ ઘટના ની યોગ્ય કાર્યવાહી કરી ગુનેગાર ને કડક સજા અપાવશે
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન
મોબાઈલ 7698800349