ભારત સરકાર એક્શન મોડમાં, 27 ડિસેમ્બરે દેશભરની હૉસ્પિટલોમાં થશે મૉક ડ્રીલ

0
261

કોવિડ19 : ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈને ભારતમાં ઘણી તકેદારી રાખવામાં આવી રહી છે. ચીની અધિકારીઓનો અંદાજ છે કે ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં લગભગ 250 મિલિયન લોકો COVID-19 થી સંક્રમિત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે ચીન સહિત કેટલાક દેશોમાં ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 27 ડિસેમ્બરે દેશભરની તમામ આરોગ્ય સુવિધાઓ પર મોક ડ્રીલ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

કોરોના વાયરસે ચીનમાં મચાવેલા હાહાકાર બાદ વિશ્વભરના દેશોમાં ચિંતા વધી ગઈ છે. ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયુ છે. ભારતમાં કોરોનાની એન્ટ્રી રોકવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઈએ એક ટ્વીટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યુ હતુ કે મંગળવારે (27 ડિસેમ્બર) કોરોના સંબંધિત ઈમરજન્સી તૈયારીઓની સમીક્ષા માટે દેશભરની હૉસ્પિટલોમાં એક મૉક ડ્રીલનુ આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આ ડ્રીલમાં સામેલ થઈ શકે છે.
સમાચાર એજન્સીએ અગાઉ એક ટ્વિટમાં જણાવ્યુ કે ભારત સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનના મંજૂરી આપી દીધી છે. આ રસી બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે. આ રસી સૌથી પહેલા ખાનગી હૉસ્પિટલોમાં શરૂ કરવામાં આવશે. આજથી જ આ રસીને કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં પણ સામેલ કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને એવી પણ માહિતી આપવામાં આવી છે કે નવા વર્ષ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોવિડ-19 માટે નવી એડવાઇઝરી જાહેર કરશે.

ad…

દેશભરમાં 220 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગુરુવારે કોરોના વાયરસની તૈયારીઓને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. શુક્રવારે આરોગ્ય મંત્રી તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક પણ કરશે. કોરોનાને લઈને સરકારની તૈયારીઓ અંગેના સવાલ પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે દેશભરમાં 220 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તેમણે કહ્યુ કે અમારી સરકારનો ઉદ્દેશ્ય આરોગ્ય સંભાળને સર્વગ્રાહી આરોગ્ય સંભાળમાં પરિવર્તિત કરવાનો છે.

Ad….

અનુરાગ ઠાકુરે સાધ્યુ કોંગ્રેસ પર નિશાન

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર કહ્યુ કે ભારત જોડો યાત્રા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. તેમાં કોણ જોડાઈ રહ્યુ છે તેની અમને પરવા નથી. હવે જો આખી દુનિયામાં ફરી એકવાર કોવિડનુ સંકટ આવ્યુ હોય અને ભારત સરકાર તે માટે પગલાં લઈ રહી હોય તો કોંગ્રેસ પાર્ટી શા માટે તેનો વિરોધ કરી રહી છે? શું કોંગ્રેસ ક્યારેય પ્રજા અને દેશના હિતમાં કોઈ નિર્ણય સ્વીકારશે નહિ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here