18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન
નોંધનીય છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS
ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન છે અને પ્રથમ આશંકા છે કે, જેમાં ડ્રગ્સ સાથે હથિયારો ઘુસાડવામાં આવ્યાં હોય. અત્યાર સુધીમાં 44 પાકિસ્તાની અને 07 ઈરાની ક્રૂની આશંકા સાથે 1930 કરોડ રૂપિયાની કુલ 346 કિલો હિરોઈન પહેલેથી જ જપ્ત કરવામાં આવી છે.
ઓખાના દરિયામાંથી 40 કિલો હેરોઈન ઝડપાયાના સમાચાર મળી રહ્યાં છે. ATSએ હેરોઈન સાથે પાકિસ્તાનીઓને ઝડપ્યી પાડ્યાં છે. હેરોઈન સાથે હથિયાર પણ મળી આવ્યા છે.ગુજરાત ATSએ 10 પાકિસ્તાનીઓની કરી ધરપકડ કરી છે. ગુજરાત ATSએ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
ઓખાના દરિયામાંથી 40 કિ.લો હેરાઈન તેમજ હથિયારો સાથે 10 જેટલા પાકિસ્તાનીઓને ગુજરાત ATSએ દબોચી લીધા છે.
40 કિલો હેરાઈન ઝડપાયું
ભારતીય તટરક્ષક દળ(ICG) અને ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે, જેમાં હથિયારો, દારૂગોળો અને ડ્રગ્સ વહન કરવામાં આવી રહ્યું હતુ. 40 કિલો હેરાઈન આશરે રૂપિયા 300 કરોડ હોવાની માહિતી છે