વલસાડ જિલ્લાના તા.ધરમપુરના નાનીવહીયાળ ગામે વાંકા ફળીયા મોટીખનકી પર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા નાનીવહીયાળ હાઈસ્કૂલ ના આચાર્ય શૈલેશકુમાર આર પટેલ ના પ્રયત્નો. ભલામણ થી ચેકડેમ કમ કોઝવે માટે રુપિયા.1197000 રુ. અગિયાર લાખ સત્તાણુ હજાર મંજુર કરવામા આવેલ હતા જેનુ ખાતમુહૂર્ત જિ.પંચાયત શાસક પક્ષ નેતા શૈલેશકુમાર પટેલ ભાજપ અગ્રણી બારોલીયા સરપંચ ગણેશભાઈ બિરારી. સરપંચ વિનોદભાઈ પઢેર. માજી તા પંચાયત સભ્ય જયેશભાઈ પટેલ નગીનભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ પટેલ ગામના અગ્રણી વડીલ જગાભાઈ પટેલ ના વરદ હસ્તે જિલ્લા પંચાયત ના સિંચાઈ સમિતિ ના અધિકારી ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી લોકોની માંગ ઉઠી હતી. આ ચેકડેમ કમ કોઝવે બંધાતા નાનીવહીયાળના કેટલાય ખેડૂતોને પાણીની સુવિધા અને ખેતી મા અવરજવર માટે સુવિધા મળી રહેશે જેથી ખેડૂતોએ આનંદ ની લાગણી વ્યક્ત કરી.ગ્રામજનોએ ધારાસભ્ય અને હોદ્દેદારો નો આભાર માન્યો હતો.
Ad.