0
182

૧૯મી થી તાપી કિનારે સુરતમાં યોજાનારી ભાગવત કથા માટે પત્રકાર પરિષદ યોજાઈ.

કુરુક્ષેત્ર જીણોદ્ધાર સેવા સમિતિ દ્રારા આયોજિત કથાકાર પ્રફુલભાઈ શુકલ ની ૮૧૬મી ભાગવત કથા માટે અન્નપૂર્ણા માતા મંદિર પાલ ખાતે પત્રકાર પરિષદ આજે યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર સુરત શહેરના વર્તમાન પત્રો અને ટીવી મીડિયા ના પત્રકારો અને ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યું હતું કે સુરત શહેરમાં સૌ પ્રથમવાર કોરોના મૂર્તકોના સ્મરણાર્થે ભાગવત કથા નું આયોજન ૧૯થી ૨૫મી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યનું બીડું કમલેશભાઈ સેલર અને એમની સમગ્ર ટીમ દ્રારા ઝડપવા આવ્યું છે. એ અભિનંદન ના અધિકારી છે.મુખ્ય આયોજક કમલેશભાઈ સેલરે કહ્યું હતું કે સમસ્ત પિતૃઓના ફોટા કથા માં મુકવામાં આવશે અને છેલ્લા દિવસે તર્પણ કરી ને કથા પિતૃઓને અર્પણ કરવામાં આવશે. આજની પત્રકાર પરિષદમાં અજયભાઈ ગાંધી,નીતિન ભાઈ મહેતા,પ્રવીણભાઈ પટેલ(એમ.ડી બાપુનો ઉતારો અંબાજી ચકલા રાંદેર),જે.ડી.પટેલ,સમીર વ્યાસ,ઉમેશ દેસાઈ, બિપિન નાયક,શંકરભાઈ પટેલ,પ્રકાશ પટેલ,મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here