ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ હવે પછીના 40 દિવસ દેશ માટે મુશ્કેલ, ઝડપથી ફેલાઈ શકે છે કોરોના, તમામ રાજ્યોએ શરૂ કરી તૈયારી

0
356

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જાન્યુઆરીની મધ્યમાં ભારતમાં કોરોનાના કેસો વધી શકે છે. પાછળના ટ્રેન્ડ્સનું એનાલિસિસ કર્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી 40 દિવસ દેશ માટે મુશ્કેલ હશે
મંત્રાલયના સૂત્રોએ બુધવારે કહ્યું કે કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દેશમાં કોરોનાની વધુ એક લહેર આવી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

બીજી તરફ બુધવારે ચેન્નઈ એરપોર્ટ પર દુબઈના બે મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ બંને તમિલનાડુના પુદુક્કોટ્ટઈના અલંગુડી જિલ્લાના રહેવાસી છે.તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવાયા છે. આ સાથે જ છેલ્લા 3 દિવસમાં 39 આંતરરાષ્ટ્રીય મુસાફરો પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં ચીનથી શ્રીલંકા થઈને તમિલનાડુ આવેલી એક મહિલા અને તેની 6 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી 498 ફ્લાઈટ્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

આ દરમિયાન 1,780 સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી 39 પોઝિટિવ મળી આવ્યા છે. તમામને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

કોરોનાની તૈયારી ચકાસવા માટે મંગળવારે દેશના લગભગ તમામ રાજ્યોમાં મોકડ્રિલ કરવામાં આવી હતી.

દેશમાં મંગળવારે 188 કોરોના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 39 કેસ કેરળમાં મળી આવ્યા છે. જો કે ક્યાંયથી કોરોનાથી મૃત્યુના સમાચાર નથી. એક્ટિવ કોરોના કેસોની સંખ્યા 2,495 છે. દેશમાં અત્યાર સુધીમાં 4.46 કરોડ કોરોના કેસ નોંધાયા છે. આ ડેટા આરોગ્ય મંત્રાલય અને કોરોના આઉટબ્રેકથી લીધા છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here