આધુનિકતાને નામે હજી શું શું અપનાવીશું !!

0
377

આજકાલ જુવાનિયાઓ આધુનિકતાને નામે, અને વૈજ્ઞાનિક શોધોના વપરાશને કારણે ઘણું નવું શીખી રહ્યાં છે, અને અપનાવી રહ્યા છે. પરંતુ એ બધું યોગ્ય છે કે નહીં? એ એને કેમ સમજાવી શકાય! સમાજના હિતેચ્છુઓ થઈ આપણે એવું વિચારીએ તો ખરાં! પરંતુ આજની પેઢીને આપણે સમજાવી કઈ રીતે શકીએ, કારણ કે ફીલીંગ કે ફેન્ટેસી ને માટે જુવાનિયાઓ એ રોજીંદા જીવનમાં ઘણું સ્વીકાર્યું છે, જેમ કે તમાકું, ગુટકા, બીડી, સિગરેટ, દારૂ, ચરસ ગાંજો,અને ડ્રગ્સ ને પણ હવે સહજતાથી લેતાં થઈ ગયા છે, તો શું આ બધું યોગ્ય છે! શરૂઆતમાં કોઇ પણ વ્યસન તે ફેન્ટસી માટે અપનાવે છે, અને પછી તે તેની મજબૂરી બને છે. અને એ મજબૂરી તેની પાસે આડાઅવળા કામ ધંધા કરાવે છે, એટલે બન્ને રીતે ખોટું કર્યાના ભારથી તે જીંદગીમાં ડીપ્રેશન અનુભવે છે, અને કોઈ કોઈ તો ટીન એજમાં પ્રેમને નામે દગો કે ધોખો થયો, એવું વિચારી ને આ બધું અપનાવતા હોય છે. અત્યારે 2022 ના દિવસના ચંદ કલાકો બાકી છે, અને આવતીકાલથી 2023 નો નવા વર્ષ નો દિવસ શરૂ થશે છે, અને પછી 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન ડે નાં અલગ અલગ ડે તરીકે ઉજવવામાં આવશે. આજકાલ તો હવે ક્રિશ્ચન હોય એ જ નવું વર્ષ ઉજવે, અથવા તો પાર્ટી કરે કે પાર્ટીમાં જાય એવું રહ્યું નથી! બધા લોકો ને પશ્ચિમ સંસ્કૃતિનું ઘેલું લાગ્યું હોય તેમ, ઢંગ વગરના વેશ ધારણ કરીને આવું બધું કરે છે, અને એમાંથી કેટલીય દુર્ઘટના થાય છે! દારૂની મહેફિલ સજે છે જુવાની આવો બેકાબુ થાય છે યુવતીઓ પણ અમે શું કામ પાછળ રહી જઈએ! એમ વિચારીને પણ આવું આંધળું અનુસરણ કરે છે, અને જિંદગીભર ચરિત્ર પર કાળો ડાઘ લાગી જવાની પણ શક્યતા રહે છે.આ ઉપરાંત 14 ફેબ્રુઆરી માં દરેક પ્રેમીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ, આ દિવસોમાં અલગ અલગ રીતે કરે છે. કાળ ઘણી રીતે આગળ નીકળી ગયો છે, અને આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ અગિયાર બાર વર્ષથી બાળક અમુક પ્રકારની જાણકારી રાખતો થઈ રહ્યો છે, અને વિજાતીય આકર્ષણ ને પ્રેમનું નામ આપીને ચૌદ પંદર વર્ષમાં તો પ્રપોઝ પણ કરી દે છે, અને જો યુવતી ના પાડે તો પુરું… એ જ રીતે યુવતી પણ તેર ચૌદ વર્ષમાં જ કોઈ માટે આવું અનુભવે છે, ત્યાં નિરાશા મળે તો એ પણ ગમે ત્યાં સંબંધ જોડી જીવન ખરાબ કરે છે,કે પછી એ પણ આજકાલ વ્યસનનો સહારો લેતી થઇ ગઈ છે, અને સમાજ આખો જ્યારે આમ આધુનિકતા ને નામે દિશાહીન દોડે ત્યારે ભયંકર પરિણામ આપે છે અને એવાં જ એક ભયંકર પરિણામ આવતું આવતું બચી ગયું,એ વિષે આજે આપણે વાત કરીશું.

નીરજા એક એન્જિનિયર હતી, અને કોલેજમાં હતી, ત્યારે ભણવાનું એટલું બધું ભૂત તેના મગજ પર ચડેલું હતું, કે તેને કોલેજમાં કોઈ સાથે ફ્રેન્ડશીપ પણ કરી ન હતી. ગર્લફ્રેન્ડ પણ એટલી નહોતી, તો બોયફ્રેન્ડ તો ક્યાંથી હોય જ! દેખાવે સુંદર હતી, પણ ટાપટીપ કરવું, કે પોતાની જાતને પ્રદર્શનમાં મુકી હોય એવી ફેશનની તેને ચીડ હતી. હવે એ લગ્ન ને લાયક થઈ ગઈ છે, એવી વાતો જ્ઞાતિમાં થવા લાગી હતી, અને મૂરતિયા જોવા પણ આવતાં હતા. એવામાં તેના પપ્પાના એક મિત્ર નરેન્દ્ર ભાઇ વિલાયતથી આવ્યા, અને તેમને સીધીસાદી નીરજા પોતાના પુત્ર નીરવ માટે પસંદ આવી ગઈ, કારણ કે તેનાં પુત્ર પર ત્યાંની સંસ્કૃતિની બહું અસર હતી.તેમને આશા હતી કે નીરજા આ કામ કરી શકશે, અને એટલે વાત નક્કી કરી નાખી. નીરવ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરેલો હતો, એટલે તેને એકદમ આધુનિક યુવતી જોઈતી હતી જે પાર્ટીમાં તેની શોભા વધારે! નીરજા બધી જ રીતે યોગ્ય હતી, અને નીરવ ને પણ એમ થયું કે વિલાયતમાં આવી અને નીરજા પોતાની જાતને અહીંના કલ્ચર મુજબ બદલી નાખશે! પરંતુ શાલીન અને સંસ્કારી નીરજાને વાઇન પીવો, સિગરેટ પીવી, કે અર્ધા ઉઘાડા અંગો દેખાતા પોશાકો પહેરવાં, અન્ય પુરુષો સાથે ડાન્સ ને નામે છૂટછાટ લેવી, વગેરે પસંદ નહોતું, આથી તેણે નીરવને આવું કરવાની ના પાડી દીધી. નીરવ એ કહ્યું કે એ બહેનજી તું કંઈ સદીમાં જીવે છે,આ એકવીસમી સદી ચાલે છે, અહીં તો આ બધું સામાન્ય છે, અને સુંદર લેડી સાથે ફ્લર્ટિંગ કરવું એ કોઈ ગુન્હો નથી! તું પણ તારા મિત્રો બનાવી શકે છે,એની સાથે પાર્ટી માં ડાન્સ કરી શકે છે! મને કોઈ પ્રોબ્લેમ નથી. આ બધું તો આધુનિક સોસાયટીમાં ચાલતું જ હોય! એ કંઈ ખરાબ થોડું કહેવાય! મને બ્લુ શર્ટ ગમે છે, પણ એનો મતલબ એ થોડો થાય કે, આખી જીંદગી હું બ્લુ શર્ટમાં જ કાઢું!! બીજું પણ પહેરવાનું મને ચોક્કસ ગમે, એમ તને પણ છુટ છે! નીરજા એ કહ્યું કે આ આપણી સંસ્કૃતિ નથી. આધુનિકતાના નામે શું શું કરીશું ને શું આવી ગંદકી અપનાવીશું! શું ચરિત્રની તમારે મન કોઈ કિંમત નથી? આ પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણાં વિનાશનું કારણ છે. નીરવ એ ઘણા બીજા ઉદાહરણ દઈને સમજાવી, પણ નીરજા એકની બે ના જ થઈ, અને આને કારણે નીરવનાં મિત્રો નાશી પાસ થયાં,એમને એમ હતું કે શરાબ પીવડાવી ને બહેકાવી નીરજાનો લાભ લઇ શકાય,પણ નીરજા તો શરાબને હાથ પણ લગાડતી નહીં.

નીરજા ના વિલાયત આવ્યાં પછીની ન્યુ યર પાર્ટીનું નીરવનાં મિત્રો એ ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું અને નીરવ નીરજા બંને એ પાર્ટી માં પ્રવેશ કર્યો! નીરજા એ નેવી બ્લ્યુ કલરનો મર્યાદા પૂર્ણ ગાઉન પહેર્યું હતું, અને રીયલ ડાયમંડ નો નેકલેસ અને સુંદર ઈયરીંગ પહેર્યું હતું હાથમાં પણ બ્રેસલેટ પહેર્યું હતું, વાળને પણ છૂટાં મુક્યા હતા, અને બધાની સ્વતંત્રતા ને નામે લીધેલી છૂટ જોઈ ને જ નીરજા ને કે પોતે નીરવ સાથે લગ્ન કરી બહુ મોટો મોટી ભૂલ કરી છે! આ બિલકુલ એનું કલ્ચર નહોતું! એનાં ફ્રેન્ડ ની શરત હતી કે નીરજા એ દરેક સાથે ડાન્સ કરવો પડશે, દરેકને કીસ કરવી પડશે! બેક ગ્રાઉન્ડ રોમેન્ટિક સોંગ અને એડલ્ટ ફિલ્મ ચાલતી હતી એ જોઈને યુવક યુવતીઓ જાતિય રીતે ઉતેજીત થઇ ગયા હતા અને નીરજા ને ખ્યાલ આવી ગયો કે પોતાના ચરિત્ર પર ડાઘ લગાવવા આ કોઈ ષડયંત્ર રચાયું છે, અને પોતાની જાતનું રક્ષણ કરવા એ આ પાર્ટી છોડી ને ઘરે ચાલી આવી, અને નીરવને પોતાનું અપમાન થયું હોય એવું લાગ્યું,અને તેણે નીરજા સાથે ખૂબ મોટો ઝઘડો કર્યો.

આમ આવા વગર કારણના સંઘર્ષથી નિરજા નીરવનું લગ્ન જીવન ચાલી રહ્યું હતું, નીરજા નાદાન નીરવને સમજાવી શકતી ન હતી કે, આ આપણી સંસ્કૃતિ નથી! અને નીરવ સાથે પાર્ટી વગેરે માં ન જઈને નીરજા બાયકોટ કરતી હતી, પણ એ તેને ઢીલ સમજવા ને કારણે વધુને વધુ સ્વછંદ થતો જતો હતો. પાર્ટીઓમાં જવું તેને આમ પણ ગમતું હતું, અને હવે તો એ નીરજાને ચીડવવા ખાતર પણ મુક્ત મને આ રીતના વ્યવહારો કરતો હતો. અન્ય યુવતીઓને સાથે છેડખાની કરવી, તેમ જ મિત્રોની બોલ્ડ પત્નીઓ સાથે અશ્લીલ હરકતો કરવી આ બધું જ તેને ગમવા લાગ્યું હતું.

એક દિવસ નીરવ એ નીરજાને કહ્યું કે આજે તારે મારી સાથે પાર્ટીમાં આવવું હોય તો, આ ડ્રેસ પહેરવો પડશે, અને વાઇન પણ પીવો પડશે. નીરજાએ ઘસીને ના પાડી દીધી, અને કહ્યું કે તો તમે એકલા જ જઈ આવો! પરંતુ એનું પરિણામ એ આવ્યું કે નીરવ પાર્ટીમાં એકલી આવતી એક અંગ્રેજ ડિવોર્સી યુવતીના મોહપાશમાં જકડાવા લાગ્યો! નીરજાનાં સસરા નરેન્દ્ર ભાઇ નીરજા ને દીકરી જેટલો પ્રેમ કરતા હતાં, અને તેણે નીરજાને કહ્યું કે નીરવના માથેથી આ રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિનું ભૂત ઉતરશે નહીં. એની માટે એને કોઈ સબક શીખડાવવો પડશે, અને તેણે નીરજાને કાનમાં કંઈક કહ્યું, નીરજાએ પ્રથમ તો ના પાડી, અને કહ્યું કે મારાથી આવું નહીં બને. પરંતુ એણે સમજાવ્યું કે માર્ગ ભુલેલા પોતાના પતિને પાછાં વાળવાનો આ એક જ રસ્તો છે, અને કચવાતા મને નીરજા માની ગઈ.

નીરવ હવે નાઇટ ક્લબમાં કે પાર્ટીમાં જતી વખતે નીરજાને પૂછતો પણ નહોતો, અને પોતે એકલો જ નીકળી પડતો હતો. આજે પણ તે પોતાના ખાસ મિત્રની બર્થ-ડે પાર્ટીમાં આવ્યો હતો. નવી નવી ગર્લફ્રેન્ડ બનેલી અંગ્રેજ ડિવોર્સી યુવતી પણ ત્યાં આવી પહોંચી હતી, અને બંને જણાં શરાબ પીને ડાન્સનાં નામે અશ્લીલ ચેષ્ટાઓ કરતાં હતાં. થોડી વારમાં એ જ પાર્ટીમાં નીરજા થોડા વધુ મોર્ડન કહેવાય એવા કપડા પહેરીને આવી, અને આવતાની સાથે જ તેણે બધાને પાશ્ચાત્ય સંસ્કૃતિથી મળવાનું શરુ કર્યુ. કોઈને હગ્ક કર્યું તો કોઈના હાથ પર કિસ કરી, અને શરાબનો ગ્લાસ લઈ આમથી તેમ ફરતી હતી. એને શરાબ ચડી ગઈ હોય એમ તે ત્યાં ચાલતા મ્યુઝિક મેન પાસે પહોંચી ગઈ,અને એની પાસે થી માઈક છીનવી લીધું અને પાશ્ચાત્ય ઈંગ્લીશ પોપ સોંગ ગાવા લાગી! ત્યાં અચાનક નીરવનું ધ્યાન તેની પર પડ્યું! બરાબર ત્યારેજ નીરજા નીરવના જ એક ખાસ દોસ્ત સાથે વળગી વળગીને ડાન્સ કરી રહી હતી. દેખીતી રીતે જ અંગ્રેજ ડિવોર્સી યુવતી કરતાં નીરજા વધુ સુંદર હતી, અને એમાં પણ આ પોશાકમાં તો તે અત્યંત મોહક લાગતી હતી. નીરવ ને આજે પહેલીવાર નીરજા માટે કોઈ અલગ ફીલીંગ થઈ,અને તેને બીજા સાથે જોઈ જલન થઈ. તેણે પેલી યુવતીનો હાથ છોડાવી, અને નીરજા નજીક પહોંચી ગયો, અને નીરજાનો હાથ પકડી બોલ્યો, વીલ યુ પ્લીઝ ડાન્સ વીથ મી? નીરજા એ છતાં કંઈ ભાવ આપ્યો નહીં, અને એણે તો ગ્લાસમાં સોફ્ટ ડ્રીક્સ ભરાવ્યું હતું, પણ નીરવ ને એમ કે પહેલીવાર લીધું છે, એટલે નીરજાને ચડી ગઈ છે, અને મને ઓળખતી પણ નથી. તેનો મિત્ર તો એને ઓળખતો જ હતો. એટલે એ દૂર ચાલ્યો ગયો, અને નીરવ નીરજા સાથે ડાન્સ કરવાની બદલે, એનો હાથ પકડી હોલ માંથી બહાર ચાલવા લાગ્યો, પણ નીરજા એનો હાથ છોડાવી ફરી પાછી વેઇટર પાસેથી ગ્લાસ લઈને પાર્ટીમાં સામેલ થઈ ગઈ, જ્યાં એક પછી એક યુવાન તેનાં સુંદર બદન સાથે અડપલા કરતાં હતાં, અને નીરજા પોતે આનંદ લઇ રહી હોય તેવો દેખાવ કરતી હતી. અચાનક એક બહુ શરાબ પી ચૂકેલા યુવકે નીરજાને ખેંચી અને રુમ તરફ લઈ જતો હતો, ત્યાં નીરવે તેને રોક્યો, અને કહ્યું “સી ઇઝ માય વાઈફ”! નીરજા એ કહ્યું, ઈટ્સ ઓકે, ઈટ ઈઝ ડઝન મેટર, પેલો ખુશ થઈ ગયો! નીરવને હવે પોતાની ભૂલ સમજાઈ રહી હતી, છતાં નીરજા પર કોઈ અસર ન થઈ હોય તેમ તેણે કહ્યું, વાય યુ આર સેઇમ ફીલ! ધેટ લેડી ઈઝ ઓલરેડી કમફર્ટેબલ વીથ યુ, એન્ડ મી ઓલસો વીથ ધીઝ ફેલો!! એમ કહી એ તેને કીસ કરવા જતી હોય એવું નાટક કર્યું. નીરવ એ નીરજાની પાર્ટી વચ્ચે માંફી માંગતા કહ્યું કે તું સાચી હતી, આ પાશ્ચાત્ય સંસ્કૃતિ જ આપણાં વિનાશનું કારણ છે! અને નીરજા એક ઝાટકે પેલાનો હાથ છોડાવી દીધો, અને નીરવની બાહોમાં સમાઈ ગઈ. પાર્ટીમાંથી આવ્યાં ત્યારે બંને જણાંના હાથ એકબીજાના હાથમાં હતાં, અને બંને એકદમ ખુશ લાગતાં હતાં,નીરવ નીરજા ને કહીં રહ્યો હતો,કે તું પણ ખરી ડ્રામેબાજ નીકળી! નીરજા એ કહ્યું,આ મારો નહીં પણ ડેડીનો આઈડિયા હતો, અને નીરવ દોડીને નરેન્દ્રભાઇને ભેટી પડ્યો, અને બોલ્યો યુ આર ગ્રેટ ડેડી! પછી તો નરેન્દ્ર ભાઇનો પરિવાર પોતાની તમામ મિલકત વગેરે વેંચને ઈન્ડિયા આવી ગયો.

મિત્રો આ કહાની તો વિલાયતી ની છે,પણ હવે તો અહીં પણ આ બધું જ્યાં જુવો આવું જોવા મળે છે,પણ એની ભયાનકતા આપણને સંદેશ આપે છે કે જેને અપનાવવાથી આપણું પતન થવાનું છે એ જાણવા છતાં શું આપણે એને અપનાવવું જોઈએ? આ એક વેધક સવાલ મને મુંઝવી રહ્યો છે, આપ સૌને પણ આવું જ કંઈક થઈ રહ્યું છે એની મને ખબર છે, તો આપણાં સંતાનો કે સ્નેહી જનો જો આ માર્ગે ચાલતા હોય એને પોતાના સમજી રોકજો! શરૂઆતમાં એ ગુસ્સો કરશે પણ પછી એને સમજાશે કે હા સાચી વાત છે કે, આધુનિકતા ને નામે હજી શું શું અપનાવીશું? ના! ના! ના!આ આપણી સંસ્કૃતિ હરગીઝ નથી,

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here