જીએનએ અમદાવાદ:
અમદાવાદ અજીત મીલ પાસે આવેલ સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સમિતિ” દ્વારા કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા સંસ્થાના ગુજરાત પ્રદેશના ચેરમેન તરીકે શફીકભાઈ ઘાંચી સોપારીવાળાની વરણી કરવામાં આવી હતી તથા ડોક્ટર સેલ ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી તરીકે ડો. ઊવેશખાનની વરણી કરવામાં આવી હતી. પદ પર વરણી થતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં દિનેશ સિંગ રહેવર, મનોજ સિંગ રાજપૂત, જસવંતસિંહ બાપુ, અકીલભાઈ અન્સારી (વેરાયટી બેંકરી), રિઝવાન આંબલીયા તથા જવાબદાર સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પદ ગ્રહણ કરનાર મહાનુભાવોએ માનવધિકાર દ્વારા અન્યાય થતા લોકોને ન્યાય અપાવવાની તત્પરતા દાખવી હતી અને તેમના કાર્યો જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી બાંયધરી આપી હતી.