વર્ષ ૨૦૨૩ના પ્રથમ દિવસેજ 116 યુનિટ રક્તદાન : સ્વ. રિતેશભાઈ પટેલને જન્મદિવસે શ્રદ્ધાંજલિ પાઠવી નવ વર્ષની ઉજવણી કરતા શ્રી ગણેશ યુવક મંડળ નનકવાડા વલસાડના યુવાનો…

0
476

વર્ષ ૨૦૨૩ના પ્રથમ દિવસેજ 116 યુનિટ રક્તદાન દ્વારા અનોખું સેવા કાર્ય કરી સ્વજન સ્વ. રિતેશભાઈ રમેશભાઈ પટેલને જન્મદિવસે શ્રદ્ધાંજલિ પાઠવી નવ વર્ષની ઉજવણી કરતા શ્રી ગણેશ યુવક મંડળ, કકવાડ ફળિયા નનકવાડા વલસાડના યુવાનો.

વલસાડ માં અનોખી ઉજવણી નૂતન વર્ષ, ૨૦૨૩ના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ થી થયો ત્યારે કકવાડ ફળિયા નનકવાડા, તથા એમના ભાઈ કલ્પીનભાઈ અને પરિવાર તથા નનકવાડા પંચાયતના સરપંચ વિનોદભાઈ ડી પટેલ તથા ગામના વડીલો મહિલાઓ અને યુવાનોના સાથ સહકાર થી કકવાડ ફળિયાના ગણેશ યુવક મંડળના યુવાનો, યોગેશ પટેલ અને એમની ટિમ દ્વારા શ્રી સાંઇનાથ સેવાભાવી મંડળ બીનવાડા અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ ના સંયુક્ત ઉપક્રમે સ્વ. રિતેશભાઈ રમેશભાઈ પટેલ કકવાડ ફળિયા, નનકવાડાનાં સ્મરણાર્થે એમના જન્મ જયંતિ નીમીતે એમનાં પરિવાર તથા શ્રી ગણેશ યુવક મંડળ, કકવાડ ફળિયા ના સહયોગમાં વર્ષ ૨૦૨૩ના પ્રથમ દિવસે આ નુતન પ્રભાતનો પ્રારંભ રક્તદાન શિબિર યોજી કરી અજ્ઞાત માનવ જિંદગીમાં નવી રોશની લાવવાના સંકલ્પ સાથે શરૂઆત કરી હતી.

સવારથીજ મિત્ર વર્તુળ અને પરિવારના સ્વજનોએ રક્તદાન માટે અભૂતપૂર્વ સહયોગ આપી કુલ 116 રક્ત યુનીટનું દાન કરી માનવ સેવાના કાર્યમાં સહભાગી થઇ વર્ષ ૨૦૨૩ને વધાવી લઇ સ્વજનને શ્રદ્ધાંજલિ પાઠવી અનોખું કાર્ય કર્યું જે અભિનંદનીય છે. રક્તદાતાઓ ને મોટીવેશન માટે હેલ્મેટ અને અન્ય આકર્ષક ગીફટ આપી તેઓની નિસ્વાર્થ સેવાને બિરદાવાઈ હતી.

આ અનોખા સેવા યજ્ઞ નિમિત્તે શ્રી સાંઇનાથ સેવાભાવી મંડળના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યું કે નૂતન વર્ષનાં સૂર્યકિરણો સહુને દિવ્ય પ્રેમ, આનંદ, શાંતિ આપે અને સમગ્ર માનવ જાત પોતાના રક્તદાન થકી અન્યોની જિંદગી પ્રકાશિત કરે. સહુ કોઇનું સ્વાસ્થ્ય નિરામય રહે, સુખ-સમૃદ્ધિમાં વધારો થાય અને વર્ષ ૨૦૨૩માં વલસાડ જીલ્લાના હરેક ઘરેથી નવા રકતદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવે અને આજના મંગલ પ્રભાતે આપણે સહુ શુભ સંકલ્પ કરીએ કે સમાજમાં સહુનું મંગલ થાઓ. નવું વર્ષ ૨૦૨૩ રક્તદાન માટે જાગૃતિનું પર્વ બની રહે એવા સંકલ્પ સાથે વલસાડ જીલ્લામાં રક્તદાન નો પવિત્ર વિચાર યુવાનોમાં કેળવાય, તમામ સમાજના લોકો રક્તદાન ને જીવન મંત્ર બનાવી નિયમિત રક્તદાન દ્વારા જીવનને વધુ ઉન્નત બનાવીએ. નવા વર્ષે સૌ પરસ્પર એકતા અને સુહૃદય ભાવથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષમાં રક્તદાન રૂપે યોગદાન આપી રક્તદાન કેન્દ્રોને મદદરૂપ થઈએ અને રક્તની પડતી અછતને નીવારીએ એજ ભાવના.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here