14 વર્ષની ઉંમરથી કથાનો આરંભ કરનારા ગુજરાતના સુપ્રસિધ્ધ કથાકાર પ્રફુલભાઈ શુકલ એ 12/12/74 ના રોજ ખેરગામ રામજી મંદિરે પ્રથમ કથા કરી હતી. ત્યારથી દેશ – વિદેશમાં 815 કથા કરનારા પૂ.બાપુનો 47 વર્ષનો કથા મહોત્સવ આજ રોજ રાબડા સાઈ ધામમાં પી.બી.એન.જોષી સાહેબ ની અધ્યક્ષતા મા ઉજવવામાં આવ્યો.સવારે 9-30 થી 11- 30 સુધી આ કાર્યક્રમમાં પૂ.બાપુ ના રાબડા ગામના ભક્તો , દક્ષિણ ગુજરાતના આગેવાનો , સંતો-મહંતો , ભૂદેવો દ્વારા બાપુ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ બાપુના કથાક્ષેત્ર ની કારકિર્દી ની ૪૭ મી વર્ષગાંઠ ની પ્રથમ ઉજવણી યુવા કથાકાર શ્રી કિશનભાઈ દવે દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે નટવરસિંહજી સોલંકી(સાદક પોર), અશોકસિંહ સોલંકી(બોરીગામ),ગીતા બેન પટેલ (રાબડા),અશ્વિન ભાઈ ભટ્ટ(કિલ્લા પારડી),જગુ ભાઈ પટેલ(સુખેશ),ઈશ્વરભાઈ પટેલ (પારનેરા) ઉપસ્થિત રહી બાપુને શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવે , ધર્મેશભાઈ પી. જાની , વિપુલભાઇ દવે , કૃષ્ણ શુક્લ , વિષ્ણુ જાની , માક્ષિત રાજ્યગુરૂ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે “બજરંગદાસ બાપા ની કૃપા થી, માં બાપ ના આશીર્વાદ થી તેમજ કથા શ્રવણ કરનારા ભાવિક શ્રોતા થી આજે 47 વર્ષ કથા ક્ષેત્ર ના પરિપૂર્ણ થયા છે. હરિ અનંત છે હરિ ની કથા અનંત છે, જ્યા સુધી હરિ ની ઈચ્છા હશે ત્યાં સુધી ભગવાન ની કથા અને ગુણ ગાન કરીશ. આ પ્રસંગે રાબડા સાઈધામ દ્વારા પૂ.બાપુ ના કથા ક્ષેત્ર ના 50 મા વર્ષ ની ઉજવણી ની પણ ઈચ્છા દર્શાવી હતી.અંત મા મહાપ્રસાદ લઈ કાર્યક્રમ સંપન્ન કરવામા આવ્યો હતો.