“નવા વર્ષની શરૂઆત એક સકારાત્મક ઘટનાથી”

0
198

7 વર્ષ પહેલાં એક છોકરાના લગ્ન થયા. છોકરો નોકરી અર્થે બીજા શહેરમાં રહેતો હતો. શરૂઆત નાં થોડા મહિના પત્નીના સુંદર નાટક ને કારણે લગ્નજીવન સારું ચાલ્યું. એટલામાં છોકરાના પિતા જે રિટાયાર થયેલા હતા એમની તબિયત ખરાબ રહેવા લાગી. વધતી ઉંમર નાં કારણે માતાથી ઘર, બહાર અને પતિની તબિયત બધુ એકસાથે સંભાળાતું નહોતું. જે છોકરાની કારકિર્દી અને ઘડતર માં માતા પિતાનો ખૂબ મોટો ફાળો હતો એ છોકરા થી રહેવાયું નહિ અને માતા પિતા ને પોતાની સાથે રાખવાનું નક્કી કર્યું. માતા પિતા ને નવી જગ્યાએ અને નવા ડોક્ટર સાથે સેટ થવું અઘરું હતું પણ છોકરાના સપોર્ટ નાં કારણે બહુ વાંધો નાં આવ્યો. આ વાત ને હજી 8 મહિના થયા હતા અને પત્ની નું સાચું વ્યક્તિત્વ બહાર આવ્યું. સાસુ સસરાને પગના જૂતા કરતા પણ નીચે ગણનારી પત્ની બેડરૂમ નું બારણું બંધ થતાં પતિને બધી જ પ્રકારની પ્રતાડના કરવા લાગી અને અલગ અલગ જુલમો કર્યા જેની વાત અહીંયા લખાય એમ પણ નથી. છેવટે પોતાનો જીવ જશે તો પોતાના માં બાપ રખડી પડશે એવી બીકે છોકરાએ માં બાપ ને પાછા પોતાના શહેરમાં મોકલી દીધા. આમ છતાં પણ પત્નીનો આગ્રહ એક જ કે પતિ એના માં બાપ સાથે બધા સંબંધ તોડી નાખે અને પોતાના માં બાપ ને આજીવન ઘરમાં રાખી એમનું ઘડપણ સુધારે. છોકરો પોતાના માં બાપ ને છોડવા તો કોઈ હિસાબે તૈયાર નહોતો. ખૂબ ઘર્ષણ ચાલ્યું. એ દરમિયાન છોકરાના માં બાપ થી રોજિંદી વસ્તુ થઈ શકતી નહોતી. એટલે એ લોકો સ્વૈચ્છિક રીતે વૃદ્ધાશ્રમ માં જતાં રહ્યાં. છોકરાને આ વાત ની જાણ નહોતી. માં બાપ પોતાના છોકરાને દુઃખ ના લાગે એટલે આ વાતની જાણ નહોતી કરી.

ad..

હવે સમય નું ચક્ર ફર્યું. છોકરાનો ડોક્ટર મિત્ર વૃદ્ધાશ્રમમાં દર છ મહિને નિશુલ્ક સેવા આપતો હતો, તેણે પોતાના મિત્રના માં બાપને દૂરથી જોયા ત્યારે આંખ ભીની થઈ ગઈ. એમને મળ્યા વગર પહેલા પોતાના મિત્રને ફોન કરી ખૂબ વઢયો પણ જ્યારે છોકરાએ કહ્યું કે એને ખબર જ નથી ત્યારે તેને આઘાત લાગ્યો. ત્યાર પછી છોકરો દોડ્યો દોડ્યો વૃદ્ધાશ્રમ આવ્યો અને માં બાપના ચરણોમા માથુ મૂકી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. જે માં બાપે પોતાની જિંદગી બનાવી એની હાલત જોઈ કેટલાય સમય સુધી બસ રોતો રહ્યો અને કંઈ બોલી શક્યો નહિ.

Ad…

સ્વસ્થ થયા પછી સીધો પત્ની પાસે બીજા શહેરમાં પહોંચ્યો. પત્નીને લઈ પત્નીના પિયરે તાત્કાલિક ગયો. ત્યાં પહોંચતા જ પત્નીના માં બાપ સામે ચોખ્ખી વાત કરી ત્યારે પત્ની બોલી કે એને ફક્ત અને ફક્ત પતિના પગાર માં રસ છે અને મિલકત માં ભાગ જોઈએ છીએ. નાક વગરના છોકરીના માં બાપ પણ પોતાની કુસંસકરી છોકરીની વાત માં સુર પુરાવતા રહ્યા. છોકરો ને બધી યોજનાની ગડ બેસતા ત્યાં પોતાની પત્નીને મૂકી તરત જ પોતાના વકીલ મિત્રને ફોન કર્યો અને 24 કલાક માં છૂટાછેડા નો કેસ દાખલ કરી દિધો.

આ પછી પાછો પોતાના માં બાપ પાસે પહોંચ્યો અને એટલું કહ્યું કે મારા ભગવાનનું અપમાન કરનાર અને એમને મારા જીવન માંથી કાઢવાની કોશિશ કરનાર ને હું કાયમ માટે છોડી આવ્યો છું.

આ પછી જ્ઞાતિ નાં મહાજનો એ છોકરી અને એના માં બાપ ને સમજાવાનો બહુ પ્રયત્ન કર્યો પણ જેમ કૂતરાની પુછડી સીધી નાં થાય એમ એ નાલાયકો પોતાની પૈસા, મિલકત અને છોકરાંના માં બાપ ને જીવન માંથી કાઢી મુકવાની શરત પર અડગ રહ્યા.

છેવટે મોટી એલીમની ની ધમકી આપવા માંડ્યા ત્યારે હોશિયાર છોકરા એ પત્ની દ્વારા આપેલા માનસિક ત્રાસ નાં પુરાવા ની જલક બતાવી એટલે ભલ ભલા થથરી ગયા. આ પુરાવા જો કેસમાં જોડાઈ જાય તો અલીમની તો રહી બાજુ પર , છોકરીને સામેથી આ હેરાનગતિ કરવા બદલ સજા થઈ શકે એમ હતું. પોતાનું રહ્યું સહ્યું બચાવવા એલીમની વગર કેસ પૂરો કર્યો અને છોકરાએ પણ પુરાવા કોર્ટમાં આપવાનું ટાળી કેસ પૂર્ણ કર્યો.

  • આ અઠવાડિયે આ બધું પૂરું થયું અને છોકરો એના માતા પિતા સાથે પોતાના ઘરમાં પરત ફર્યો.
  • બહુ વખતે જોવા મળ્યું કે છોકરાએ ન્યાય નો પક્ષ લઈ માં બાપ ને વૃદ્ધાશ્રમ માંથી ઘરે પાછા લઈ આવ્યો.

મિત્રો, સમાજ માં ચાલતી ગંદકી નો સામનો કરવા હિંમત ની જરૂર છે અને બધા છોકરાંઓને વિનંતી કે તમે જ્યાં છો ત્યાં માં બાપ ના પ્રતાપે છે. એ ઘરડા થાય એટલે કચરો સમજીને રસ્તા પર છોડી નહિ દેતા. પૈસા અને પ્રસિદ્ધિ જતા બહુ સમય લાગતો નથી. ભલે માં બાપ છોકરાને શ્રાપ ના આપે પણ એમની હાય તમને ઉપરથી નીચે સુધી બરબાદ કરી નાખશે.

“ગમે તેટલો સમય વિપરીત હોય તો પણ સત્યની પડખે વળગી રહો”

નોંધ: આ લેખ પરિપક્વ વાચકો માટે છે. છીછરી કૉમેન્ટ કરતા પહેલા બે વાર વિચારજો.

વાંચવા માટે તમારો સમય આપવા બદલ આભાર.

જય શ્રી કૃષ્ણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here