વલસાડ નજીક આવેલી ફેક્ટરીમાં બેકરી પ્રોડક્શનના મેન્યુફેક્ચરિંગ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડમાંથી લાઇસન્સ ઇશ્યૂ કરનાર અધિકારીએ વાર્ષિક હપ્તા પેટે 50000 ની રકમ તથા દર મહિને 10000 રૂપિયા નો હપ્તો માંગતા આજરોજ નવસારી એસીબી ની ટીમે ગોઠવેલા છટકા માં 60,000 ની લાંચ લેતા સિનિયર સેફ્ટી ઓફિસર વર્ગ-૨ તથા ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-3 ની મહિલા કર્મચારી 60,000 ની લાચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા ફૂડ એન્ડ ડ્રગ કચેરીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
Ad..વલસાડના એક જાગૃત નાગરિકે નવસારી એસીબી ની ટીમને ફરિયાદ આપી કે ફેકટરીમાં બેકરી પ્રોડકટસ ના મેન્યુફેકચરીગ માટેના લાઈસન્સ બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વલસાડ ના લાઈસન્સ ઈશ્યુ કરનાર અધિકારી દિવ્યાગ બારોટ ફેકટરીમાં હેરાનગતિ નહીં કરવા બાબતે વાર્ષિક હપ્તા પેટે રૂ.૫૦,૦૦૦ ની લાંચની માગણી કરી હતી.તથા ડુંગરીમાં આવેલ ફરીયાદીના સાળાની બેકરીના વાર્ષિક હપ્તા પેટે રૂપીયા ૧૦,૦૦૦ ફુડ સેફટી ઓફિસર જયોતીબેનને આપવાનુ જણાવ્યું હતું . જે લાંચની રકમ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દિવ્યાંગ બારોટ તથા જયોતીબેનને ન આપવામાં આવે તો તેઓ ફરીયાદીની ફેકટરીના પ્રોડકટ ના સેમ્પલો ફેલ કરી તેઓને હેરાન પરેશાન કરશે.જેથી વ્યવહારની કૂલ રકમ રૂ.૬૦,૦૦૦ લાંચ આપવી ન હોવાથી ફરિયાદીએ નવસારી એસીબી ટ્રેપીંગ અધિકારી પી.આઈ બી.ડી રાઠવા, અને મદદમાં વી એસ પલાસ, તથા તેમની ટીમ સાથે આજરોજ બપોરે છટકું ગોઠવ્યા આવ્યું હતું બાદ આરોપી દિવ્યાંગકુમાર બાલકૃષ્ણભાઇ બારોટ ઉ.વ.૫૭ સીનીયર સેફ્ટી ઓફીસર,ફુડ & ડ્રગ્સ કંટ્રોલ એડમીસ્ટેશન,વર્ગ – ૨ વલસાડ. જ્યોતિબેન કિશોરભાઇ છનાભાઇ ભાદરકા ઉ.વ.૩૨ ફુડ સેફ્ટી ઓફીસર વર્ગ-૩ ને લાંચના 60 હજાર રૂપિયાની રકમ ની લાંચ લેતા એસીબી ની ટીમે રંગેહાથ ઝડપી પાડતા ફૂડ એન્ડ ડ્રગ કચેરીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.એ સી.બી.એ આગળની કાર્યવાહી હાથ ધરી છે
Ad.1