ઓઈલ ચોર સંદિપ ગુપ્તા પોલીસના સકંજામાં, 400 કરોડની ઓઇલ ચોરીમાં સંડોવણી, મોડેસ ઓપરેન્ડી ચોંકાવનારી
દેશના અલગ અલગ રાજ્યોમાં 22થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત 400 કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કલક્તાથી ઝડપી પાડવામાં આવ્યો.
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડાયેલો આરોપી અગાઉ રાજસ્થાનમાં અલવાર, ચીતોગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના, ગજ્જર તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કલક્તા, વર્ધમાનનગર વગેરે ગુનાઓમાં પકડાયો છે.
ઓઈલ ચોર સંદિપ ગુપ્તા પોલીસના સકંજામાં
સુરત પોલીસના હાથે ઝડપાયેલો સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે. વર્ષ 2006, 2007થી ઓઈલ ચોરીના ગુનામાં સામેલ થયેલ અને ભારતના અલગ અલગ રાજ્યોમાં માણસો દ્વારા ઓઈલ ચોરી કરાવવામાં માહેર છે અને તેની ગેંગના સભ્યો 2006-07થી 2021-22 સુધી સામેલ છે. સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ ગુજ્સીટોકનો ગુનો તેની ગેંગ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસ વચગાળાના જામીન લઇ છ માસથી ફરાર થઇ ગયો હતો. સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો જીનેશ ગુજ્જર ઉર્ફે ફૌજી વગેરેની મદદથી યુઝડ ઓઈલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સિન્ડીકેટ બની જતા પાઈપ લાઈનમાં ચોરી કરવાનું શરુ કર્યું હતું અને ચોરી કરેલા ઓઈલ રોડ બનાવવામાં ઈટોના ભઠ્ઠામાં બોઈલરમાં તથા ઘણી ફેકટરીમાં વપરાય છે.
400 કરોડની ઓઇલ ચોરીમાં સંડોવણી
પોલીસે તેની મોડેસ ઓપરેન્ડી વિષે જણાવ્યું હતું કે તે ઓઈલ કંપનીની પાઈપ લાઈન જતી હોય ત્યાં 1-2 કિમીના અંતરે બંધ ફેક્ટરી અથવા શેડ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઈપ લાઈનમાં પંચર કરી 1-2 કિ.મી લંબાવી ભાડે લીધેલા ફેક્ટરી અથવા શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઈલ ભરીને લઇ જતો હતો. કન્ટેનરમાં ઓઈલ ભરવાથી પોલીસ શક ન કરે તે માટે એક રાત્રીના 3થી4 કન્ટેનર જેની એકની અંદાજીત કિંત 40થી 50 લાખ થાય તે અલગ અલગ પોલીસ મથકમાં કબજે કરવામાં આવ્યા છે. સંદીપ ગુપ્તા અને બીજા રાજસ્થાન, યુપી, ગુજરાત, ઝારખંડ, વેસ્ટ બંગાળના ઓઈલ માફિયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાયો છે આ ઉપરાંત હાલમાં રાજ્સ્થાન, માઉન્ટ આબુ ખાતે તથા કલકત્તાના વર્ધમાન નગર આસપાસ ઓઈલ ચોરી કરવાના પ્લાનમાં હતો.