સૌથી ખતરનાક વેરિઅન્ટના ભારતમાં પાંચ કેસ ત્રણ કેસ ગુજરાતમાં નોંધાયા છે…

0
193

દેશ માટે ખતરાની ઘંટી

  • ઓમિક્રોનના સબ વેરિઅન્ટ XBB 1.5ના સૌથી વધારે ત્રણ કેસ ગુજરાતમાં નોંધાયા છે
  • XBB 1.5 વેરિઅન્ટ અન્ય કરતાં 104 ગણો વધારે ઝડપી હોવાનો દાવો
  • ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન સહિત દુનિયાના ઘણાં દેશોમાં હાહાકાર મચાવનારા કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો સૌથી ખતરનાક સબવેરિઅન્ટ XBB 1.5 હવે ભારતમાં પણ પ્રવેશી ગયો છે.

આ સબવેરિઅન્ટ સૌ પહેલા અમેરિકામાં મળ્યો હતો. ભારતમાં પણ તેના પાંચ કેસ આવી ચૂક્યા છે. જેમાં ત્રણ કેસ ગુજરાત, જ્યારે કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક કેસ છે. આ સબવેરિઅન્ટને સૌથી ખતરનાક કહેવાય છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત થનારા 44 ટકા લોકોમાં આ સબવેરિઅન્ટ મળી આવ્યો છે. XBB 1.5ને અત્યારસુધીનો સૌથી ચેપી સબ વેરિઅન્ટ કહેવાઇ રહ્યો છે. તેની ઝડપ પહેલાના વેરિઅન્ટ્સ કરતા 104 ગણી વધારે છે. તે કોરોનાના બે સબ વેરિઅન્ટ્સ ફરીવાર મળવાથી બન્યો છે. નિષ્ણાતો અનુસાર BJ1 અને BM1.1.1 નામના બે કોરોના વેરિઅન્ટ્સ પરસ્પર મળતા તે બંનેના ડીએનએ મળી ગયા હતા અને તેમાં મ્યૂટેશન બાદ XBB 1.5 વેરિઅન્ટ બન્યો છે.

Ad..

ભારતમાં કોરોનાના 175 નવા કેસ

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 175 નવા કેસ નોંધાયા હતા અને તેની સાથે જ એક્ટિવ કેસ લોડ ઘટીને 2,570 થઇ ગયો છે. છેલ્લા 12 દિવસમાં દેશમાં એક્ટિવ કેસ લોડમાં ઘટાડો થયો હતો અને તે હવે કુલ ઇન્ફેક્શનના 0.01 ટકા થયો છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી દર વધીને 98.80 ટકા થઇ ગયો છે.

Ad..

કોશિકાઓના પ્રોટીન પર અસર કરે છે

કોરોનાનો આ સબ વેરિઅન્ટ શરીરમાં પ્રવેશ કર્યા બાદ સૌ પહેલા કોશિકાના પ્રોટીન પર અસર કરે છે. તે શરીરની અંદર સંક્રમણના પ્રસારનો પહેલો તબક્કો છે. આ વાઇરસની કોશિકાઓ સાથે ચોંટવાની ક્ષમતા અન્ય વેરિઅન્ટ કરતા વધારે છે. તે જ કારણે તે લોકોને વધારે ચેપગ્રસ્ત કરે છે. તેની અસર દર્દીની છાતીના ઉપરના ભાગ પર વધારે થાય છે. જોકે, રાહતની વાત એ છે કે ડેલ્ટા વેરિઅન્ટની જેમ સીધી ફેફ્સા પર અસર કરતો નથી. તે કારણે જીવ જવાનો ખતરો ઘટી જાય છે. જો આ વેરિઅન્ટ ફરી રૂપ બદલશે તો જીવલેણ બની શકે છે.

Ad..

રસીની અસરને પણ નિષ્ક્રિય કરી દે છે

નિષ્ણાતો અનુસાર કોરોનાનો આ સબ વેરિઅન્ટ એટલો ખતરનાક છે કે તે માનવીના શરીરમાં કોરોનાની રસીની અસરને પણ દૂર કરી દે છે. એટલે કે રસી અને કુદરતી રીતે શરીરમાં તૈયાર થયેલી એન્ટિ બોડીઝને નિષ્ક્રિય કરીને સંક્રમણમાં ફેલાવો કરે છે.

ભારત પર આ સબ વેરિઅન્ટનું કેટલું જોખમ?

તબીબોના અનુસાર ભારતમાં 95 ટકા કરતા વધારે લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. 80 થી 90 ટકા લોકો એવા છે જેમને રસીના બે ડોઝ લાગ્યા છે. તો લગભગ 25 કરોડ લોકોને બૂસ્ટર ડોઝ અપાયો છે. કોરોનાની બીજી લહેર વખતે મોટી સંખ્યામાં લોકોને ચેપ લાગ્યો હતો. તેવામાં ભારતમાં મોટી સંખ્યામાં લોકોની અંદર એન્ટિબોડી તૈયાર થઇ ગઇ છે. લોકોમાં હર્ડ ઇમ્યૂનિટી અને કમ્યુનિટી ઇમ્યૂનિટી પણ છે. તેથી જો આ સબ વેરિઅન્ટ ફેલાશે તો પણ લોકો સરળતાથી તેની સામે લડી લેશે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here