- ગુજરાતમાંથી આર્મી, નેવી અને એરફોર્સના ૧૧૧ કેડેટ્સની પસંદગી થાય છે.
- પ્રજાસત્તાક દીનની પરેડમાં NCC કેડેટ્સ દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
- વલસાડ જિલ્લાની અને પારુલ યુનિવર્સિટી બરોડામાં અભ્યાસ કરતી પ્રિસ્કા પેટ્રિક પ્રીમ પ્રજાસત્તાક દિને રાજધાની દિલ્હીમાં કર્તવ્યપથ પર પરેડમાં જોડાઈ વલસાડ જ નહીં આખા ગુજરાતનું નેતૃત્વ કરશે
Ad..
દેશની રાજધાની દિલ્હીમાં આગામી ૨૬મી જાન્યુઆરીએ એટલેકે પ્રજાસત્તાક દિને યોજાનાર પરેડમાં વલસાડ જિલ્લાની દીકરી પ્રિસ્કા પેટ્રિક પ્રીમની પસંદગી થતા વલસાડ જિલ્લાના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
રાજધાની દિલ્હીમાં દર વર્ષે ૨૬મી જાન્યુઆરી 2023 પ્રજાસત્તાક દીને ગુજરાતમાંથી આર્મી, નેવી અને એરફોર્સના ૧૧૧ કેડેટ્સની પસંદગી થાય છે. પ્રજાસત્તાક દીનની પરેડમાં NCC કેડેટ્સ દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્ત્વ કરે છે. આ વર્ષે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં રાજ્યના વિવિધ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા ૨૨ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ૨૨ વિદ્યાર્થીઓની આર્મી, નેવી અને એરફોર્સ વિંગમાં વિવિધ રેન્ક છે. ૨૨ વિદ્યાર્થીઓમાં આર્મી વિંગના ૧૧, એરફોર્સ વિંગના ૭ અને નેવી વિંગના ૪ કેડેટ્સનો સમાવેશ થયો છે. જેમાં એરફોર્સ વિંગના રેન્કમાં સમાવિષ્ટ મૂળ વલસાડ જિલ્લાની અને પારુલ યુનિવર્સિટી બરોડામાં અભ્યાસ કરતી પ્રિસ્કા પેટ્રિક પ્રીમ પ્રજાસત્તાક દિને રાજધાની દિલ્હીમાં કર્તવ્યપથ પર પરેડમાં જોડાઈ વલસાડ જ નહીં આખા ગુજરાતનું નેતૃત્વ કરશે પ્રિસ્કા પેટ્રિક પ્રીમની દિલ્હી ખાતે પરેડમાં પસંદગી થતા તેમના માતા-પિતા સહિત સમગ્ર વલસાડ જિલ્લાના લોકો ગર્વની અનુભૂતિ કરી રહ્યા છે, તો આસાથે પ્રિસ્કા અગાવ યુનિટી ડે ના દિવસે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એર ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે ગુજરાત કોન્ટીજન્ટ ને લીડ કર્યું હતું જે બાબત પણ વલસાડ અને ગુજરાત માટે ગર્વ ની વાત છે.
Ad…