વલસાડના સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા છેલ્લા ૧૦ વર્ષોથી લોકસેવાના કાર્યો લોકોના ધન દાન થકી અને યુવાનોના રકતદાન દ્વારા જ કરતું રહ્યું છે…

0
392

સાંઈનાથ સેવાભાવી મંડળ – બીનવાડા છેલ્લા ૧૦ વર્ષોથી લોકસેવાના કાર્યો લોકોના ધન દાન થકી અને યુવાનોના રકતદાન દ્વારા જ કરતું રહ્યું છે.

વર્ષ ૨o૨૩માં નાં બીજા રકતદાન શિબિરમાં ૧૭૫ યુનિટ એકત્રિત કરી સતત બીજી સદી ફટકારી જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ બની રહ્યું છે.

સમગ્ર જિલ્લામાં કે કોઈ અજ્ઞાત વ્યક્તિ જ્યારે બીમાર કે ઘાયલ થાય અને રકતની જરૂર પડે ત્યારે તેની વ્હારે કોણ ? કોણ તેની મા બનીને કાળજી રાખે ? કોણ તેની રક્ષા કરે ? કોણ તેની સારવાર માટે આર્થિક મદદ કરે.?કોણ દર્દીને ઘરથી લાવવા કે સાજા થયા બાદ ઘરે પહોંચાડે? કોઈના મૃત્યું બાદ અવ્વલ મંઝિલ સુધી લઈ જવા શબ વાહિની, મોક્ષ રથ, એમ્બ્યુલન્સ સેવા કોણ પૂરી પાડે?

આ તમામ સવાલોનો પર્યાય એટલે લોક હૈયે રમતું નામ શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા અને એના કેપ્ટન યોગેશ પટેલ (બ્લડ મેન યોગી)

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા અને બ્લડ મેન યોગેશભાઈ પટેલ એટલે રકતની જરૂરીયાત વાળા દર્દીઓના જતન માટે જાણે ભેખ ધરી લીધેલ અલગારી ગણી શકાય એવા સેવાભાવી , કે જેમણે ઘણાબધા અજ્ઞાત લોકોની જીવોની સેવા કરી નવજીવન બક્ષ્યું.

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા સ્વખર્ચે અને એમની પ્રેરણાથી સેવાકાર્યમાં સદૈવ સહયોગી અન્ય સંસ્થા અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ, અતુલ તથા બીનવાડાના યુવા મિત્રો દ્વારા 08/01/2023 નાં રોજ AXN રીસોર્ટ્ માં યોજેલ
મેગા રકતદાન શિબિરમાં 175 રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવેલ અને તમામ રક્તદાતાઓ ની નિસ્વાર્થ સેવા માટે આકર્ષક ગિફ્ટ આપવામાં આવેલ.

આ શિબિરમાં અમૃતભાઇ પટેલ કાજણ રણછોડ, રાજુભાઈ પટેલ પારનેરા, રણછોડભાઈ આહીર ધમડાચી, નિલેશભાઈ પટેલ સરપંચ, ધમડાચી, બીનવાડા ના માજી સરપંચ ગણપતભાઈ પટેલ, પ્રકાશભાઇ આહીર વલસાડ, બીનવાડા ગામના આગેવાનો દિલીપભાઈ પટેલ, સતીષભાઈ શાંતિલાલ પટેલ, ઠાકોરભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ પારનેરા, પધારી અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મદદરૂપ બન્યા હતા. ડૉ યઝડી ઈટાલિયા તથા ડૉ વિશાલભાઈ મહેતા ની વીશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરી બિરદાવ્યા હતા.

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના અનેક ગામોમાં
અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ રકતદાન શિબિર યોજી આવનારી પેઢીમાં રકતદાનના સુંદર બીજ રોપવાનું કાર્ય કરતું રહ્યું છે જે અભિનંદનીય છે.

વલસાડ, નવસારી અને ડાંગજિલ્લાના કોઈપણ ગામમાં રકતદાન શિબિર યોજવા શ્રી સાઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા નાં પ્રમુખ યોગેશ પટેલ (યોગી) બીનવાડા વલસાડ.
9427461801
9974056912
7984648524 નો સંપર્ક કરવા વિનંતી કરે છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here