જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્યના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈશ્રમ ઓળખકાડઁ ની નોંધણી અને કાડઁ ઈસ્યુ કરવામાં આવ્યા.
ગુજરાત રાજ્ય ના પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્ય ના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈ શ્રમ ઓળખકાડઁ ની નોંધણી અને કાડઁ ઈસ્યુ કરવામાં આવ્યા.
રાજ્ય ભર ના આશરે બે કરોડ જેટલા અસંગઠિત બાંધકામ ક્ષેત્ર ના શ્રમિકો સહિત કામદારો અને કારીગરો ની નોંધણી કરવાના અભિયાન ના ભાગરુપે શહેર ની તમામ ઝોનલ કચેરી ઓ અને વ્યાજબી ભાવ ની રેશનદુકાન ઓમા ઈ શ્રમ ઓળખકાડઁ ની નોંધણી કરવાની પક્રિયા હાથ ધરવામા આવી હતી.
વટવા ઝોન ના ઝોનલ ઓફિસર શ્રી ભગવાન ભાઈ ભરવાડ સાહેબ એ ઝોન ની તમામ વ્યાજબી ભાવ ના રેશનદુકાન સંચાલકો ને આ અંગે માહિતગાર કરી ને તેઓ ને આ નોંધણી ની પકિઁયા શરુ કરાવી ને શ્રમિકો ને રેશનદુકાન ઓ મા પુરવઠા ના વિતરણ ની સાથે રેશનશોપ પર થી જ ઈ શ્રમ ઓળખકાડઁ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી અને જેનો લોકોએ લાભ લીધો હતો.