આદિવાસી ક્ષેત્રમાં આદિવાસી સમાજમાં આદિકાળથી ચાલી આવેલી સામાજિક પરંપરા હવે બની ઘાતક

0
167

આદિવાસી ક્ષેત્રમાં આદિવાસી સમાજમાં આદિકાળથી ચાલી આવેલી સામાજિક પરંપરા હવે બની ઘાતક

આદિવાસી સમાજમાં બની બેસેલા દલાલો દ્વારા ન્યાય ની માટેની જે નીતિ માટે મોટો પ્રશ્ન ?

આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવેલી સામાજિક પરંપરાગત લગ્નની પ્રથા મુજબ કુટુંબના આગેવાનો મળી બે પરિવાર સાથે છોકરા છોકરી પસંદગી કરી દેવામાં આવે છે. પછી એક વર્ષ કે ગમે ત્યારે લગ્ન કરવામાં આવે છે.

બે વચ્ચે કંઈક તકલીફ લાગે તો છુટા પડી જાય છે. જેમાં કોઈ વાંધાજનક હોતું નથી પણ હવે પરિવર્તન આવ્યું છે. કેમ ?

કપરાડા ની ઘટના યુવકને માર મારી ઘાયલ કર્યા બાદ યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે 7 લોકો સામે કાર્યવાહી હાથ ધરી

વલસાડ જિલ્લાના કપરાડાના આસલોણા ગામના યુવકને સગાઈ બાદ પંચો ની હાજરીમાં સબંધ તોડવા બોલાવેલી મીટીંગમાં યુવતીના પરિવારજનોએ ગંભીર માર મારી ઘાયલ કરી દીધો હતો. જેનું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે યુવતી પક્ષના 7 લોકો સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશને IPC કલમ 302, 323, 143, 147, 148, 149 તથા G.P.Act. કલમ 135 મુજબનો ગુન્હો નોંધાયો છે. ફરિયાદ અંગે મળતી વિગત મુજબ આસલોણા ગામમાં 29મી નવેમ્બરે ફરીયાદી આનંદાભાઇ કાશીરામભાઇ ભુસારાના છોકરા સંજયની સગાઇ ત્રણ વર્ષ પહેલા લક્ષમણભાઇ ઝીપરભાઇની છોકરી દુર્ગાબેન સાથે થઈ હતી.

જે સગાઈ બાદ યુવતીએ સંજયના ઘરે રહેવાનો ઇન્કાર કરી પોતાના ઘરે આવી જતા મૃતક સંજયે દુર્ગાને રાખવાનો ઇન્કાર કર્યો હોય, 29મી નવેમ્બરે આસલોણા ગામમાં પંચ રાખી બંને પરિવારના સભ્યો હાજર રહ્યા હતાં. અને વાતચીત દરમ્યાન આરોપી ઉત્તમભાઇ એકદમ ઉશ્કેરાઇ સંજયને બે ત્રણ થાપડ મારી હતી. જ્યારે સહ આરોપીઓ લક્ષ્મણભાઇ ઝીપરભાઇ ગવળી , છગનભાઇ માહદુભાઇ ગવળી તથા માહદુભાઇ કાળુભાઇ ગવળીએ હાથ પગથી ઢીક્કા મુક્કીનો માર મારી આરોપી રમણભાઇ લાહનુભાઇ ગવળી તથા સીતાભાઇ ઝીપભાઇ ગવળી તથા સુનીલભાઇ માહદુભાઇ ગવળીએ વાંસના દંડાઓ વડે આડેધડ પીઠ, માથામાં બરડામાં માર મારી તેમજ આરોપી સુનીલે તેના હાથમાના દંડાના બે ત્રણ ગોદા સંજયને પેટના ભાગે મારી માર મારી શરીરની અંદર ઇજાઓ પહોંચાડી હતી. જેના કારણે ઘાયલ સંજયભાઇ આનંદાભાઇ ભુસારાને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન સંજયનું મૃત્યુ નીપજ્યું હતું.

જે બાદ પોલીસ ફરિયાદ આધારે કપરાડા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી હત્યામાં સામેલ ઇસમોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે જેમાં DYSP વી. એમ. જાડેજાએ જણાવ્યુ હતુ કે પોલીસે હાલ 7 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here