Rainbow warriors Dharampur : ધરમપુરના આવધા ગામે યુવાદિન તથા સાકાર વાંચન કુટીરના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

0
134

યુગદ્રષ્ટા મહામાનવ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ તથા સાકાર વાંચન કુટીર આવધાના સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમનું ઉદઘાટન ડૉ. દોલતભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત બી.એન.જોષી (નિવૃત્ત પ્રિન્સિપાલ મોટાપોંઢા કોલેજ) એ ભારતીય સંસ્કૃતિની સુવાસ આખા વિશ્વમાં ફેલાવનાર સ્વામી વિવેકાનંદના જીવનની ઝાંખી કરાવી હતી.તથા સ્વામીજીના જીવન માંથી પ્રેરણા લેવા. જણાવ્યું હતું.

ડૉ. વિરેન્દ્ર ગરાસિયા તથા રજનીકાંત પટેલે યુવાઓને ખૂબજ મહેનત કરી આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર ગુજરાતમાં સ્વામીજી ના વિચારોને યુવા સમક્ષ મૂકવાનું અદભુત કાર્ય કરી રહેલા ડૉ. દોલતભાઈ દેસાઈ (શ્રી રામકૃષ્ણ- વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર) સ્વામીજીના વિચારો વિશે, ભારતીય સંસ્કૃતિ વિશે તથા યુવાનો વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
રેન્બો વોરિયસ ગ્રુપના કો. ઓર્ડીનેટર શંકર પટેલે સાકાર વાંચન કુટીરમાં સૌથી વધુ યોગદાન આપનાર સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉંડર હિતેનભાઈ ભૂતા (USA નિવાસી) , ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ, પાર્થ ટ્રેડ્સ વાપી, સ્વ. દિનેશભાઈ પટેલ (GES-II) આવધા ગામના આગેવાનો, સરપંચ આવધા તથા નામી- અનામી સૌ દાતાશ્રીઓ તથા શ્રમદાન આપનાર સૌના યોગદાનને બિરદાવ્યું

આ પ્રસંગે જયંતિભાઈ પટેલ શીતળ છાયડો લાઈબ્રેરી નગારિયાના સ્થાપક , સુરેશભાઈ મોકાશી (માજી તાલુકા પંચાયત સભ્ય) , ધીરુભાઈ (રાજપુરી જંગલ સરપંચ), મહેશભાઈ ગરાસિયા (Rto કચેરી વલસાડ), જગદીશ ગરાસિયા (શિક્ષક), કમલેશભાઈ દલવી ગ્રામ પંચાયત સભ્ય, તેમજ નાની ઢોલડુંગરી, મરઘમાળ તથા કાનજી ફળિયાના rainbow warriors મિતેશ પટેલ, અંકિત પટેલ, તેજસ પટેલ, જીજ્ઞેશ પટેલ, સુરેન પટેલ દિપક પટેલ,હિરેન પટેલ, મયુર પટેલ, હિમેશ પટેલ, ધ્રુમિલ પટેલ, જતીન પટેલ, આવધા ગામના યુવાનો, આગેવાનો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન Rainbow warriors Dharampur, સાકાર વાંચન કમિટી આવધા, સાંઈ સેવા સહયોગ ગ્રુપના સભ્યો વિજયભાઈ દળવી, દિપેશ દળવી, પરિમલ દળવી તથા Rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here