કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની કથાઓથી હિન્દુ સંસ્ક્રૃતિનુ રક્ષણ થાય છે:-કેબીનેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

0
356

કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની કથાઓથી હિન્દુ સંસ્ક્રૃતિનુ રક્ષણ થાય છે:-કેબીનેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ.

વાપી ચલા વિશ્વકર્મા સોસાયટી મા ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની રામ કથામા આજે ગુજરાત સરકારના કેબિનેટ કક્ષા ના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સેલવાસના ભાજપ અગ્રણી શ્રી ફતેસીહ ચૌહાણ, ડાભેલ દમણના મહિલા અગ્રણી ચંચળબેન ડાયાભાઈ પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ સીતારામ ગવળી,ચલા ના સુભાષ ભાઇ બી.પટેલ પધાર્યા હતા.ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ ના અતુલભાઈ દેસાઈ, ડો ફાલ્ગુનીબેન દેસાઈ, શરદરાવ પીત્રે, અને અરુણ અગરકર દ્વારા મહેમાનોનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ.

Ad..

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ કહ્યુ હતુ કે કથાકાર પ્રફુલભાઇ શુક્લની કથાઓથી હિન્દુ સંસ્કૃતિનુ રક્ષણ થયુ છે. સંતોના આશીર્વાદથી ભારત વિશ્વગુરુ બની રહ્યુ છે.એમણે કથાના આયોજન માટે ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ ને અભિનંદન આપ્યા હતા. સેલવાસના ભાજપ અગ્રણી ફતેસિહ ચૌહાણે પ્રાસંગીક ઉદ્બોધન કર્યુ હતુ. દમણના મહિલા અગ્રણી ચંચળબેન પટેલ તરફથી દીવ દમણના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ડાયાભાઈ પટેલની સ્મૃતિ મા:-51,000 હજાર રુપીયાનુ યોગદાન અપાયુ હતુ, અને શ્રી ફતેસીહ ચૌહાણ:-51,000, શ્રી બાબુભાઈ ચૌહાણ:-51,000,નુ યોગદાન અપાયુ હતુ.આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા કન્યા વિદાયની કરુણ કથાનુ વર્ણન કરવામા આવ્યુ ત્યારે હજારો લોકોની આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા હતા.ચલા વિશ્વકર્મા સોસાયટીમા ચાલી રહેલી રામ કથા રંગજમાવી રહી છે.મોટી સંખ્યામા લોકો કથાશ્રવણ નો લાભ લઈ રહ્યા છે.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here