સુરતના પાંડેસરામાં 10 વર્ષના બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં સુરતની કોર્ટે આરોપી દિનેશને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં નિર્ભયાકાંડની ઘટના સાથે પાંડેસરાની ઘટનાને સરખાવવામાં આવી. નિર્ભયા કાંડમાં જે પ્રમાણે આરોપીઓ દ્વારા બર્બરતા આચરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખી સુરત કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો
ગત 10 ડિસેમ્બરે આરોપીને કોર્ટમાં હાજર કર્યા હતો..અને બંને પક્ષોની દલીલોને ધ્યાને રાખી કોર્ટ્ આરોપીને દોષિત જાહેર કર્યો હતો.. આરોપી તરફથી બચાવપક્ષે માતા બિમાર હોવાનું કહીને ઓછી સજાની દલીલ કરવામાં આવી હતી..જોકે બચાવ પક્ષની દલીલનો સરકારી વકીલે વિરોધ કર્યો..અને કહ્યું કે, ઘટનાના દિવસે માતા બીમાર હોવા છતાં આરોપીએ પોતાની વાસનાનો શિકાર બનાવવા બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. આરોપીએ ઘરની નજીકથી વડાપાઊંની લાલચ આપી બાળકીનું અપહરણ કર્યું હતુ. જે બાદ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચરી માથાના ભાગે ઈંટ મારી હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે સુરતની કોર્ટ આરોપીને દોષિત જાહેર કર્યો હતો. ત્યારે હવે જસ્ટીસ એન.એ.અંજારીયાની કોર્ટે આગામી 16મી ડિસેમ્બરના રોજ ચુકાદો આપશે તેવું જણાવ્યું હતું. મહત્વનું છે કે, સરકાર પક્ષે આ કેસમાં અગાઉ સરકારી વકીલ નયન સુખડવાલાએ 20 પાનાંની લેખિત દલીલ રજૂ કરી હતી અને DNA રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો.
જે બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના માથા પર ઇટ મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી તપાસતા વડાપાઉની દુકાનેથી એક યુવક બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે આરોપી દિનેશ દેસાણીની ધરપકડ કરી હતી.
બાળાએ આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લેતા આરોપીએ.
ઉલ્લેખનીય છે કે, પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી મોટા બાપાના ઘરની બહાર એકલી રમતી હતી.ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણે તેને વડા પાઉં ખવડાવવાની લાલચ આપીને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો.