ભારતીય તટરક્ષક દળના મહાનિદેશકે લીધી પોરબંદરની મુલાકાત

0
200

જીએનએ અમદાવાદ:

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM, 16 ડિસેમ્બર 2021ના રોજ ભારતીય તટરક્ષક દળ (ICG)ના ઉત્તર પશ્ચિમી પ્રદેશ પોરબંદરની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. મહાનિદેશકને પોરબંદર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • મહાનિદેશકે પોરબંદરના ધરમપુર ખાતે આવાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ICG પરિવારો માટે તૈયાર કરવામાં આવેલા 480 મકાનોનો પ્રોજેક્ટ છે. ICGના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી એક આ પ્રોજેક્ટ છે.

આ મુલાકાત દરમિયાન, મહાનિદેશકે અધિકારીઓ, નાવિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો. અસ્કયામતોને ઓપરેશન હાથ ધરી શકાય તેવી સ્થિતિ જાળવી રાખવા માટે તેમના ખંત અને એકધારા પ્રયાસો બદલ મહાનિદેશકે તેમની પ્રશંસા કરી હતી. તેમણે કર્મીઓને પરિચાલનની તૈયારીઓના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પોરબંદર ખાતે હવાઇ અસ્કયામતો અને ગુજરાતની સપાટીની અસ્કયામતો દ્વારા અત્યંત સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પર સતર્કતા જાળવી રાખવા માટેના પ્રયાસોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here