અમદાવાદ રેલવે અને ખોખરાપોલીસની અનોખી પહેલ. સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટાની બન્ને તરફ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું.

0
177

જીએનએ અમદાવાદ:

અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. મણિનગર રેલવેના સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટા ની બન્ને તરફ રેલવે અને ખોખરા પોલીસે હાથ ધર્યું જનજાગૃતિ અભિયાન.

અમદાવાદ ના મણિનગર રેલવે ના સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટા ની બન્ને તરફ રેલવે અને ખોખરા પોલિસ દ્દારા અનેરું જનજાગુતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.

સામાજિક આગેવાનો તેમજ સોસાયટી ના અગ્રણીઓ સાથે મળીને રેલવે અને ખોખરા પોલિસ ના અધિકારી ઓ એ ઉતરાયણ ના તહેવારો દરમ્યાન પતંગ ચગાવવા તેમજ પકડવા જતા અકસ્માતને ભેટતા વ્યકિતઓને બચાવી શકાય તે માટે નવતર અભિગમ અપનાવ્યો

થોડીક સાવધાની આવી દુઘઁટના ને ટાળી શકાતી હોય છે તેવી સમજ સાથે જનજાગુતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.

રેલવે તેમજ ખોખરાના પોલિસ જવાનો ઓએ સોસાયટી સોસાયટી એ જઈને આપઘાત કરવા આવતા વ્યકિતઓને સમજ આપી તેઓ આવું પગલુ ના ભરે અને જો તેવા વ્યકિત દેખાય તો સાવચેતી દાખવી તેઓ ને રોકી શહેર કે રેલવે પોલીસની ત્વરિત મદદ લેવાની અપીલ કરી હતી.

રેલવે PSI દિનેશ યાદવ અને ખોખરા PSI આર એન ચુડાસમા તેમના પોલિસ જવાનો ઓ આ અભિયાન મા નાગરિકો ને સાવચેતી સાથે સાવધાની રાખવાની તેમજ રેલવે ની સીમા મા પતંગ પકડવા કે ચગાવવા ના જવુ જોઈએ અને આત્મહત્યા નું પગલુ ભરવા આવનાર વ્યકિતો ઓને નજર પડે તો સમજાવટ થી કામ લઈ ને તેમને તેમ કરતા રોકવાની અપીલ કરી હતી

દક્ષિણી વેપારી એસોસિએસન ના પમુખ જગદીશ ઠક્કરની સાથે વેપારી ઓ આ અભિયાનમા જોડાઈને રેલવે તેમજ ખોખરા પોલિસ ને સહકાર આપવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ લોકોએ રેલવે અને ખોખરા પોલીસ દ્વારા યોજાયેલ અભિયાનને ઉત્તમ ગણાવી તેમની આ કામગીરીને સરાહનિય ગણાવી હતી અને આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here