વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કેસમાં આરોપીને ફાંસીની સજાનો હુકમ બાળકી સાથે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનાર ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો

0
449

  • વાપી કોર્ટના જજ કે. જે. મોદીએ સોમવારે 30મી જાન્યુઆરી 2023ના મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો.
  • વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો કેસમાં આરોપીને ફાંસીની સજાનો હુકમ બાળકી સાથે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનાર ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો
  • વાપી નગરપાલિકા વિસ્તારમાં રહેતી એક 9 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને ફાંસીની સજાનો હુકમ
  • વલસાડ જિલ્લાના વાપીની સ્પેશિયલ કોર્ટે પોક્સોના એક કેસમાં 9 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી અને નિર્મમ હત્યા કરનારા નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આરોપીએ 2020માં 9 વર્ષની બાળકીને પર દુષ્કર્મ આચાર્યા બાદ તેની હત્યા કરી મૃતદેહ પંખા સાથે લટકાવી દીધો હતો. પોલીસના હાથે ઝડપાયા બાદ પણ આરોપીએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વલસાડ જિલ્લામાં વાપી કોર્ટના જજ કે. જે. મોદીએ સોમવારે 30મી જાન્યુઆરી 2023ના મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં વર્ષ 2020માં વાપી નગરપાલિકા વિસ્તારમાં રહેતી એક 9 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ @રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે.

આ સ્પેશ્યલ પોકસો કેસ અંગે વાપી કોર્ટના DGP અનિલ ત્રિપાઠીએ વિગતો આપી હતી. વર્ષ 2020માં 7મી ફેબ્રુઆરીએ વાપી નગરપાલિકા વિસ્તારમાં રહેતી એક 9 વર્ષની બાળકીનો પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેની ટાઉન પોલીસે તપાસ હાથ ધરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરતા બાળકી સાથે દુષ્કર્મ આચરી ત્યાર બાદ ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. જે અંગે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી 10મી ફેબ્રુઆરી 2020ના પ્રદીપ ઉર્ફે રાજેશ ગુપ્તા નામના યુવકની ધરપકડ કરી હતી.

આ યુવકે તે વખતે પોતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે ફોરેન્સિક રિપોર્ટ આધારે તે પુખ્ત વયનો હોવાનું સાબિત કરી તેની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે, તેણે જ બાળકીનું ગળું દબાવી હત્યા કરી તેને આપઘાત માં ખપાવવા પંખે લટકાવી દીધી હતી. એટલું જ નહીં હત્યા કરતા પહેલા અને હત્યા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હત્યા બાદ મિત્રો સાથે ચીકનની પાર્ટી કરી હતી. મૃતક બાળકીને દવાખાનામાં લઈ જતી વખતે તેની માતા સાથે દવાખાને ગયો હતો. અને પોલીસની તપાસમાં પણ દૂરથી સતત નજર રાખી રહ્યો હતો.

22 વર્ષીય આ આરોપીની બનાવ વખતે 19 વર્ષની ઉંમર હતી. જેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જેની સામે વિવિધ કલમો હેઠળ અને સ્પેશ્યલ પોકસો કેસ હેઠળ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. ડી જી પી અનિલ ત્રિપાઠીએ નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કરી હાલનો કેસ Rarest of Rare ની catagory માં પડતો હોય અને તેવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહિ તેવી દલીલો કરી હતી.

જે આધારે નામદાર કોર્ટે IPC કલમ 302 નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 માં દેહાંત દંડ તથા IPC ની કલમ-201 નાં ગુના માં સાત વર્ષ ની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડ નાં ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. એ ઉપરાંત આરોપી તરફથી મૃતક બાળકીના પરિવારને 17 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.

બાળકીની હત્યા કરનાર યુવક વાપીમાં રખડતો ભટકતો અને છૂટટક મજૂરી કરતો હતો તે મૃતક બાળકીની ચાલમાં અવારનવાર આવતો હતો. હત્યાના દિવસે તેણે તકનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરતી વખતે TV નો અવાજ પણ વધારી દીધો હતો જેથી બાળકીની ચીસો કોઈને સંભળાય નહોતી. હાલ આ સમગ્ર ઘટનાને લઈ લોકો યુવક પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબે બાળકીની આંખોમાં લોહીની ટશરો જોઈ આ બાળકી લોહીના આંસુએ રડી હશે તેવો ઉલ્લેખ રિપોર્ટમાં કર્યો હતો. જે યાદ કરી વાપી નામદાર કોર્ટે આરોપીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. વલસાડ જિલ્લાનો આ પ્રથમ કેસ છે જેમાં પોકસો હેઠળ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here