અમદાવાદ સીએ શાખા દ્વારા રિવર ફ્રન્ટ ખાતે પ્રથમ સીએ  મેરેથોનનું કરાયું આયોજન

0
223

જીએનએ અમદાવાદ:

અમદાવાદ સીએ બ્રાન્ચ પોતાના મેમ્બર માટે અવનવા કર્યો કરતી રહેતી હોય છે અને મેમ્બર અને તેમના પરિવાર ને હેલ્થી રાખવાના હેતુસર પ્રથમ સીએ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેરેથોનનું આયોજન રિવરફ્રન્ટ એનઆઈડી ખાતે કરાયું હતું અને 800 થી વધારે સીએ એ 5 કિમી અને 10 કિમી કેટેગરી માં ભાગ લીધો હતો. આ મેરેથોન માં 4 કેટેગરી માં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 25 વર્ષ થી ઓછી વય, 25-40 ની વય, 40-60 ની વય અને 60 વર્ષ થી વધુ ના વય ના લોકો ની કેટેગરી માં વિજેતા જાહેર કરવામાં આવ્યા.”

આઇસીએઆઇ ડબલ્યુઆઇઆરસી ના ચેરમેન સીએ મનીષ ગડીયા એ જણાવ્યું કે* “વેસ્ટ ઇન્ડિયા ની સીએ બ્રાન્ચ તેમના મેમ્બર્સ અને નવા સીએ માટે અનેક કર્યો કરી રહી છે જેથી તેઓ વધુ માહિતગાર બને અને આવનારા સમય માં દેશ માટે કંઈક સારું કરી શકે અમે જાગૃકતા માટે ના અનેક કાર્યક્રમો કર્યા છે અને સરકાર સાથે મળી ને અમે સીએ માટે જુદી જુદી પોલિસી પર કાર્ય કરી રહયા છીએ.”

અમદાવાદ સીએ બ્રાન્ચ ના ચેરમેન સીએ હરિત ધારીવાલ એ જણાવ્યું કે* ” આ મેરેથોન કરતી દરમિયાન અમે યુનાઇટેડ નેશન્સ ના સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ના લક્ષ્ય ને ધ્યાન માં રાખ્યું હતું જેમાં સારું સ્વાસ્થ્ય અને સુખાકારી, ટકાઉ શહેરો અને સમુદાય, ગ્રીન પર્યાવરણ ને ધ્યાન માં રાખી ને કર્યું હતું. અમને ખુબજ ગર્વ છે કે અમે આ અમદાવાદ ની પ્રથમ ફક્ત સીએ માટેની મેરેથોન નું આયોજન કર્યું અને અમને અમદાવાદ ના સીએ પાસે થી ખુબજ સારો પ્રતિભાવ મળ્યો છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here