સરકારોએ ફક્ત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાલાયક કૃષિ પેદાશજખરીદવી જોઈએ અને સંગ્રહ કરવો જોઈએ. બાકી કામ બજારો પર છોડીને નીતિઓ દ્વારા મૂલ્યો પર નિયંત્રણ રાખવું જોઈએ

0
216

ગામડાં અને શહેરો વચ્ચે વધતી આર્થિક વિષમતાની ખાઈને પૂરવા માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ જરૂરી ખેડૂતોની આર્થિક હાલત સુધારવા માટે કૃષિ સુધાર કાયદા લાવવામાં આવ્યા હતા, જે મુઠ્ઠીભર ખેડૂતોને કારણે રદ્દ કરી દેવા પડ્યા છે, એટલે હવે ખેડૂતોનું ભવિષ્ય ક્યારે સુધરશે તે સવાલ તો ઊભો જ રહ્યો છે.

બીજ, ખાતર, કીટનાશક, વીજળી, પાણી અને મજૂરીના વધતા ભાવને કારણે ખેતીનો ખર્ચ
સતત વધી રહ્યો છે. તેથી ખેડૂત પોતાની પેદાશના ટેકાના ભાવ એટલેકેએમએસપીની કાનૂની ગેરંટી ઈચ્છે
છે. એમએસપીની વર્તમાન વ્યવસ્થા એક તો બધા રાજ્યો અને બધા પાકો પર લાગુ નથી અને એ વળી
સરકારોની ઈચ્છા પર નિર્ભર છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યના ખેડૂતોને
આ વ્યવસ્થાનો ખૂબ ફાયદો થયો છે. ત્યાં જ બિહાર જેવા રાજ્યોને તેના હોવાથી નહીં લાભ મળી રહ્યો
હતો કે નહીં તેને દૂર કરવાથી કોઈ લાભ થયો છે.

તેનું એક મુખ્ય કારણ કદાચ બિહાર અને પૂર્વી ઉત્તર
પ્રદેશમાં સરેરાશ જમીનનો આકાર બહુ નાનો હોવાનું છે. કૃષિ વિભાગના આંકડા અનુસાર પંજાબ અને
હરિયાણાના ખેડૂતો પાસે સરેરાશ ૧૪ અને ૧૧ વીઘા જમીન છે. ત્યારે બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના
ખેડૂતો પાસે સરેરાશ દોઢથી ત્રણ વીઘાં જજમીન છે. તેથી પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના સરેરાશ ખેડૂતો
પાસે વેચવા માટે ઓછી ઉપજ હોય છે અને તે ખરીદદારની સોદાબાજીનો શિકાર થઈ જાય છે. એવામાં ટેકાના ભાવની ગેરંટી મળવાથી નાના ખેડૂતોને પણ કદાચ તેનો થોડો લાભ મળી જાય. કૃષિ પેદાશના
ટેકાના ભાવ નક્કી કરવા કોઈ નવી વાત નથી.

અમેરિકા અને યુરોપમાં કૃષિ પેદાશના બજાર મૂલ્યોમાં
ઘટાડો અટકાવવા માટે ખેડૂતોને પોતાના કેટલાક ખેતરો ખાલી રાખવા અને જૈવ વિવિધતા વધારવા માટે
સબસિડી આપવામાં આવે છે. ભારતમાં ખેડૂતોને તેમની ઉપજના લાભકારી ભાવ અપાવવા માટે ટેકાના
ભાવની વ્યવસ્થા છે. સ્વરૂપ અલગ હોવા છતાં વાત એ જ છે. જોકે ભારત સરકારને ભય છે કે ટેકાના
ભાવની ગેરંટીથી મોંઘવારી વધી શકે છે, કારણ કે ઘઉં, મકાઈ અને ધાન્ય જેવા પાકોનાટેકાના ભાવતેમની
આંતરરાષ્ટ્રીય જિન્સ બજાર કિંમતોને બરાબર થઈ ગયા છે. તેથી ઉપજની ગુણવત્તા અને ખેડૂતોની
ઉત્પાદકતામાં ઘટાડો આવવાનો પણ ખતરો છે.

સરકારની સૌથી મોટી ચિંતા આખાદેશની ઉપજના ટેકાના ભાવ નક્કી કરવા અને તેના પર આવનાર ખર્ચની છે. ત્યાં જ કેટલાક કૃષિ અર્થશાસ્ત્રીઓની દલીલ છે કે સરકારી બજેટ પર તેનાથી થોડા હજાર કરોડનો જ વધારાનો બોજો પડશે. આ દલીલ માની પણ લઈએ તો પણ દેશ આખાની ઉપજને ખેડૂતો પાસેથી ખરીદીને તેના સંગ્રહ અને વિતરણનો પડકાર બહુ મોટો છે.

દુનિયાભરની સરકારો તેમાં નિષ્ફળ રહી છે. તેમાં ઉપજને ભારે માત્રામાં બરબાદ થવાની અને ભ્રષ્ટાચાર
વધવાની આશંકા રહે છે. સરકારોએ ફક્ત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાલાયક કૃષિ પેદાશજખરીદવી જોઈએ અને
સંગ્રહ કરવો જોઈએ. બાકી કામ બજારો પર છોડીને નીતિઓ દ્વારા મૂલ્યો પર નિયંત્રણ રાખવું જોઈએ.
જે રીતે શેરડી અને કપાસ ખેડૂતોને તેમના પાકનાટેકાના ભાવ આપવામાં આવે છે એજ રીતે બાકીપાકોના
ટેકાના ભાવને વેપારીઓ પાસેથી અપાવવાની વ્યવસ્થા થઈ શકે છે. એ સંભવ છે,

પરંતુ તેના માટે ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગનો ઝડપથી વિકાસ કરવો પડશે. ઘરેલું ગ્રાહકોની સાથે સાથે જો ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ પણ કૃષિ પેદાશની માંગ કરવા લાગશે તો બજારમાં તેની કિંમતો સ્થિર રાખવામાં આસાની થશે. આ ઉદ્યોગને કૃષિ ઉત્પાદનોના સંગ્રહ માટે મોટી સંખ્યામાં ઠંડા ગોડાઉનોની જરૂર પડશે.તેના વિરૂદ્ધ ખેડૂત નેતાઓ અને તેમના સમર્થકોએ એક અયોગ્ય આંદોલન ચાલુ કર્યું છે.

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગનો ઝડપી વિકાસ એટલા માટે જરૂરી છે, કારણ કે ભારતનું કૃષિ ક્ષેત્રવિકાસદરમાં સેવા અને જેવા ક્ષેત્રોની તુલનામાં સતત પાછળ પડતું જાય છે. દેશની અડધાથી વધારે આબાદી કૃષિમાં જોડાયેલી હોવા છતાં આજે અર્થવ્યવસ્થામાં કૃષિ ક્ષેત્રનું યોગદાન માત્ર ૧૮ ટકા રહી ગયું છે. ભારતમાં લગભગ ૧૪ કરોડલોકો પાસે ખેતીની જમીન છે. તેમાં ફક્તછ કરોડ લોકો જ તેના પર વર્ષમાં બે પાકલે છે. તેમાંથી પણ ૮૦ ટકા પાસે સરેરાશ ત્રણ વીઘાંથી ઓછી જમીન છે. તેમને ગુજારા માટે ખેતી ઉપરાંત આવકનાં બીજાં સાધનોની જરૂર પડે છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગોનો વિકાસ એવાં સાધન ઉપલબ્ધ કરાવી શકે છે.

  • પરંતુ રાજકીય હાથો બનેલા ખેડૂત સંગઠનો આવાત સમજવા તૈયાર નથી અને તેઓ પ્રત્યક્ષ રીતે ખેડૂતોના ભવિષ્યને અંધારામાં જ રહેવા માટે કારણ બની રહ્યા છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ ગામડાં અને શહેરો વચ્ચે વધતી આર્થિક વિષમતાની ખાઈને પૂરવા માટે પણ જરૂરી છે. આ કૃષિ સુધારા વિના સંભવ નથી. તેના માટે એક નવી કૃષિ ક્રાંતિની જરૂરિયાત છે. માટી અને સિંચાઈનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, રોકડિયા પાકોને ઉત્તેજન, સારાં બીજ સુલભ કરાવવાં, બાગાયત, મત્સ્યપાલનને પ્રોત્સાહન અને નવી પર્યાવરણ હિતેષી વિકાસ સમયની જરૂરિયાત બની ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here