સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

0
247

(માજી. મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આયુષ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો)

આયુષ મેળો: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ખાતે જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. માજી. મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આયુષ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ- ગાંધીનગર અંતર્ગત વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા આ આયુષ મેળાનું આયોજન થયું હતું.

આ પ્રસંગે માજી. મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક વિસ્તારના લોકોને ધ્યાનમાં લઈને નવું આયુર્વેદિક દવાખાનાની માંગ ને લઈને આયુર્વેદિક દવાખાનાની આ વિસ્તારમાં લાભ મળે નવું દવાખાનીજરૂરિયાત જણાવ્યું હતુ. આયુર્વેદ અને હોમિયોપેથીક એવું છે.અસર ધીમે થાય છે પણ એનાથી આડઅસર કોઇ થતી નથી. આયુર્વેદ એટલે રાજા મહારાજાઓ સતીયુગ કળિયુગ અને સતયુગમાં ની અંદર જે દવાઓ વાપરતાં એ આયુર્વેદ જ હતો ત્યારે સ્થાનિક લોકોને પણ એલોપેથી દવાઓ સિવાય વધુમા વધુ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વલસાડ આર્યુવેદીક ડૉ. મનહર ચૌધરી જણાવ્યું કે આજરોજ સાંઈધામ ગાર્ડન સુખાલા ખાતે આયુષ મેળા અંતર્ગત આપણે આયુર્વેદ અને હોમિયોપથી આયોજન કરવામાં આવ્યું છે આજના કેમ્પમાં ચાર્ટ પ્રદર્શન દ્વારા દિનચર્યા ઋતુચરીયા ઘર આંગણાની ઔષધીઓ મુક્ત અવસ્થાનો માર્ગદર્શન હોમિયોપેથી સારવાર અંગે માહિતી આપી વાનગીઓ બનાવવાની રેસીપી શીખીને ઘરે પણ બનાવી શકો છો વલસાડ જિલ્લામાં જ્યાં તમામ પ્રકારની આયુર્વેદ અને પછી સારવાર ઉપલબ્ધ છે આયુર્વેદનું લક્ષ્ય સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું છે તે ઉપરાંત સ્વસ્થ વ્યક્તિ આખી જીવન પદ્ધતિ છે આપણે બધાએ પોતપોતાની પ્રકૃતિની પરીક્ષણ કરાવું જ જોઈએ અને પોતાની પ્રકૃતિ અનુસાર આપણે ખાનપાન અને સારી કાળજી રાખીએ તો આપણે આયુર્વે દિનચર્યા અને વગેરે વગેરે એટલે કે કોઈપણ જાતના રોગકાર આપણે લાંબુ જીવન સ્વસ્થ રીતે કઈ રીતે જીવી શકીએ છે.

માજી.જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવો ડૉક્ટર મહાનુભાવો લાભાર્થી મિત્રો ભાઈઓ બહેનો સૌ પ્રથમ મારા ગામમાં સુંદર સાઈ ધામમાં સરકારશ્રીની જે વિચારધારા લઇને વલસાડ જિલ્લાની ટીમ એક સેવા માટે આવી છે. સરકાર જ્યારે આપણું આટલું વિચારતી હોય લોકોના હિત માટે એવું સુંદર આયોજન કરતું તો શા માટે આપણે લોકોને એની જાણ કરીએ લોકોને તો ઉત્સાહિત કરીએ અને બીમારીમાંથી મુક્ત થઈ શકાય. આ વિસ્તારમાં એક સમાજસેવક તરીકે વિનંતી કરું કે ડોક્ટર મિત્રો તમારી જેવી ફરજ છે એ ફરજ ને પ્રેમથી હસતો દર્દી મોકલાવશો. એક આયુર્વેદિક ગાર્ડન બનાવવાની ખાત્રી આપી જ્યારે મને કહેશો ત્યારે તમને સુવિધા કરી આપવાની ખાતરી આપી હતી.

આયુષ મેળામા વિવિધ પ્રકારના આયુર્વેદિક ઉપચાર સહિત વિવિધ માહિતી પુરા પાડતા સ્ટોલ પણ પ્રદર્ષિત કરવામા આવ્યા હતા. જેમા આયુર્વેદિક નિદાન સારવાર જનરલ ઓ. પી. ડી, બાળરોગ, સ્ત્રી રોગ, ડાયાબિટીસ, પંચકર્મ ઓ.પી.ડી, સુવર્ણ પ્રાશન, યોગ, આયુર્વેદિક આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવાર મેળાનો સાઈ ધામ સુખાલા ખાતે મોટી સંખ્યામા લોકોએ લાભ લીધો હતો. આ મેળામા આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે પાચન તંત્રના રોગો, મળમાર્ગના રોગો, શ્વસન તંત્રના રોગો, મુત્રમાર્ગના રોગો, સાંધાના રોગો, ચામડીના રોગો, વાળના રોગો, અંતઃસ્ત્રાવી તંત્ર/હોર્મોનલ રોગો, લાઇફ સ્ટાઇલ રોગો, મહિલાઓના રોગો, બાળકોના રોગો અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.ઉપસ્થિત ડૉ. હેમીલ પટેલ,ડૉ. પિયુષ પટેલ, ડૉ. જીતેન્દ્ર દેસાઇ, ડૉ. કેતન વ્યાસ, ડૉ. તેજસ પટેલ, ડૉ. ધર્મિષ્ટા પટેલ, ડૉ. ફાલ્ગુની પટેલ, ડૉ. ભાવિન પટેલ અન્ય ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.
આ પ્રસંગે સરપંચ શંકરભાઇ પટેલ ડે. સરપંચ સુનીલ જાદવ, વાજવડ સરપંચ નરેશભાઈ પટેલ , રાજુભાઇ આહીર,તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

AD..

Dear parent/student,
Vishwas Morning,💐

Please note there will be a *FREE* Career Oriented Seminar for commerce stream.
Guiding faculty Professor
*Bina Shah*

Point to be covered:-

=》 Introduction
=》Commerce Streams
=》Future Scope & Placement Availability.
=》Disscussion on Marketing Strategies (Reference of Successful Personalities)
=》Q-A Session.

Details of Seminar:-

🗓️Date :12 February 2023 *Sunday*
⏰Time : 6 to 7 P.M

🏙️Venue: Vishwas Office SONOROUS B-WING 8th floor, Railway Station Road Vapi.

👍🏻GET IN TOUCH WITH US ON:-

🪀 9624422826
📧vishwaseducation01@gmail.com
🪩WWW.VISHWASEDU.IN

Pls. Click on the link to Register for the seminar

👉🏻shorturl.at/dnF89
Thanking You,
Kind Regard,
Vishwas
#joinhandswithvishwas

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here