વલસાડ જિલ્લામાં યોજાયેલ યુથ કોંગ્રેસના ઈલેકશનમાં ગંભીર ગેરરીતી થયાની ફરિયાદ બાદ ગ્રામપંચાયત સરપંચ ની ચુંટણીમાં કામગીરીમાં નિષ્ફળ એવા પ્રમુખ સામે પગલા ભરવામાં આવશે ?

0
234

વલસાડ જિલ્લામાં સ્થાનિક ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં કોંગ્રેસના યુથ પ્રમુખની કામગીરી સામે ભારે આક્રોશ
વલસાડ જિલ્લામાં યોજાયેલ યુથ કોંગ્રેસના ઈલેકશનમાં ગંભીર ગેરરીતી થયાની ફરિયાદ બાદ ગ્રામપંચાયત સરપંચ ની ચુંટણીમાં કામગીરીમાં નિષ્ફળ એવા પ્રમુખ સામે પગલા ભરવામાં આવશે ?

વલસાડ જિલ્લામાં સરપંચની ચૂંટણીમાં જિલ્લામાં કોઈ પણ સરપંચ ઉમેદવાર માટે સહકાર આપ્યો નથી કેમ ? પરંતુ કપરાડા તાલુકાના એક એકપણ ગામમાં ઉમેદવાર ને મદદરૂપ ના થવા બદલ ભારે રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે પોતાના ગામમાં પણ વિરુદ્ધ કામ કર્યું છે જે માટે કાયદેસર ની કોંગ્રેસ પાર્ટી દ્વારા તપાસ કરી યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવે કોંગ્રેસ યુથ પ્રમુખ પદ પરથી હટાવવામાં એવી કોંગ્રેસ કાર્યકરો દ્વારા માંગ ઉઠી છે. હાલમાં વલસાડ જિલ્લામાં દરેક યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારે રોષ જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લાના યુવાનો દ્વારા કોંગ્રેસના સંગઠન મજબૂત બનનાવવા માટે કામગીરી કરવામાં આવી રહી હતી. પરંતું વલસાડ જિલ્લામાં મહિલા ઉમેદવાર થી યુથ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નિરાશા અને ચર્ચાઓ થઈ રહી છે.

વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મહિલા ઉમેદવારના વિવાદિત પરિણામ મુકતા યુથ કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી છે. જે બાબતે પ્રદેશ ઈનચાર્જ અને સાઉથ ઈનચાર્જને જાણ કરતાં વોટિગમાં ગેર કાયદેસર વોટના વિવાદિત ગેરરીતિ નિર્ણય સામે યુથ કોંગ્રેસના અસ્તિત્વ સામે મોટો સવાલ ઉભો થયો છે. યુથ કોંગ્રેસ કાર્યકરો દ્વારા તારીખ 04/12/2021ના રોજ લેખિત જાણ પણ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં કોંગ્રેસ બચાવવા માટે એવા યુથ પ્રમુખ ગેરરીતિઓ દ્વારા વોટિંગથી બનેલ પ્રમુખ પદ પર થી ને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવે એવી માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here