અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વેલેન્ટાઇનના એક દિવસ પહેલા અનોખી ઉજવણી જોવા મળી.

0
324

અમદાવાદ : સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ

ના ઉમ્ર કી સીમા હો.. ઘરડાઓ દારા વેલેન્ટાઈન દિવસની ઉજવણી

ઘરથી તરછોડાયેલ વડીલો, સીનીયર સીટીઝન દાદા કે દાદી પ્રી વેલેન્ટાઈન પર્વને મનાવે એ વાત જ કંઈક અલગ હોય. અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વૃધો દ્વારા ઉત્સાહ અને સ્મિત રેલાવતી ઉજવણી જોવા મળી.

પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરતો દિવસ એટલે વેલેન્ટાઈન દિવસ. જ્યાં માત્ર પ્રેમીઓ જ નહીં એક મિત્ર, ભાઈ, બહેન, માતા-પિતા, દાદા-દાદી માટે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સબંધ ધરાવતા લોકો તેમના પ્રેમની લાગણીઓને એકબીજા સમક્ષ જાહેર કરી આ દિવસને મનાવે છે પરંતુ અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વેલેન્ટાઇનના એક દિવસ પહેલા અનોખી ઉજવણી જોવા મળી.

ઘરડા ઘરમાં ઘરના સભ્યોથી તરછોડાયેલ પોતાના વૃદ્ધ જીવનની સફર માણતા દાદા દાદી માટે વેલેન્ટાઈન દિવસને માનવી અનોખી રીતે તેમના મો પર સ્મિત રેલાવવા રોયલ ગ્રૂપના ધ્રુમલ ટેકચનદાની અને સૈફ અન્સારી દ્વારા પ્રી વેલેન્ટાઈન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મન મૂકી એક આત્મીયતા અને સાથના સહકારે પોતાના પ્રેમ અભિવ્યક્તિઓની ઉજવણી કરવામાં આવી હતી. કહેવાય છે જ્યાં પ્રેમ હોય ત્યાં ઉમર ન હોય અને ઘરડા ઘરમાં પોતાના બાકી જીવનના દિવસો વિતાવતા આ વડીલો પણ એક સ્મિત ઉત્સાહ અને અભિવ્યક્તિના હકદાર છે ભલે સમાજ, પોતાના વહાલાઓ તેમને તરછોડી દે પરંતુ તેમનો જુસ્સો, પ્રેમ, સહકાર માર્ગદર્શન હંમેશા જ્વલંત જ રહેતું હોય છે

પોતાની લાગણીઓને રજૂ કરી આજના યુવાઓને સાચા પ્રેમની પરિભાષા શીખવાડી જાય છે. ખરેખર આવા સમયમાં એકબીજા સાથે રહી જીવનના સથવારે રહેતા વૃધ્ધો અને આવા વડીલોના ચહેરાઓ પર સ્મિત ફેલાવના કાર્ય કરનાર જ એકબીજાના સાચા વેલેન્ટાઈન છે.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here